Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:પ્રેમાનંદના પડાવ

    1 day ago

    મારી પાસે એક પ્રશ્ન એ આવ્યો કે બાપુ, આપે એક દિવસ કહ્યું, ‘માનસ’માં ‘પ્રેમાનંદ’ શબ્દ એક જ વાર આવ્યો છે; તો બતાવો, પ્રેમાનંદ કેવી રીતે પ્રગટ થાય? પ્રેમાનંદ પ્રગટ થાય એની કોઈ ચાવી બતાવો. પ્રેમ કેવી રીતે પ્રગટ થાય, એનો એક સ્પષ્ટ જવાબ તો ‘માનસ’માં છે. પ્રેમનું પ્રગટીકરણ કેવી રીતે થાય છે? પ્રેમ કેવી રીતે પ્રગટ થાય, પ્રેમનો પ્રસવ કેવી રીતે થાય, પ્રેમરૂપી ચેતના સાધકમાં કેવી રીતે જન્મ લે એના માટે ‘રામચરિતમાનસ’માં એક સૂત્ર આપ્યું છે. બિલકુલ સીધું સૂત્ર છે. આ જે યાત્રા મેં બતાવી એમાં તો ગેરસમજ પણ થઈ શકે છે. એમાં જેમ જેમ આગળ વધશો તેમ લોકો નિંદા કરશે, ગેરસમજ થશે. એ બધાં જોખમ છે. પરંતુ એક બહુ મોટું સુંદર સૂત્ર મારા ગોસ્વામીજી ‘બાલકાંડ’માં આપે છે. પ્રેમના જન્મદાતા, પ્રેમનાં મા-બાપ કોણ? ‘માનસ’માં લખ્યું છે - જનનિ જનક સિય રામ પ્રેમ કે. બીજ સકલ બ્રત ધરમ નેમ કે. સીતા અને રામના પ્રેમને પ્રગટ કરનાર મા-બાપ છે રામનામ. ભગવદ્ લીલા, ભગવદ્નામ, ભગવદ્ રૂપ, ભગવદ્ ધામ એ સીતા-રામના પ્રેમનાં મા-બાપ છે. ‘ભક્તિ રસામૃત સિંધુ’ એ ચૈતન્ય પરંપરાનો અદભુત ગ્રંથ છે. એમાં ગ્રંથકાર કહે છે- આદૌ શ્રદ્ધા તતઃ સાધુસંગોઽથ ભજનક્રિયા। તતોઽનર્થનિવૃત્તિઃ સ્વાત્તતો નિષ્ઠા રુચિસ્તતઃ। અથાસક્તિસ્તતો ભાવસ્તતઃ પ્રેમાઽભ્યુદંચતિ। પ્રેમ પ્રગટ થાય એનો પહેલો પડાવ છે ‘આદૌ શ્રદ્ધા.’ પ્રશ્ન એ આવે કે શ્રદ્ધા કહેવી કોને? શ્રદ્ધાની વ્યાખ્યા શું? જગદ્ગુરુ આદિ શંકરાચાર્યને પૂછવામાં આવ્યું કે ‘શ્રદ્ધા કિમ્?’ શ્રદ્ધાને આપ કેવી રીતે ઘટાવો છો? બે વાત કહી શંકરાચાર્યએ; ‘ગુરુ વેદાન્ત વાક્યેષુ વિશ્વાસઃ શ્રદ્ધા.’ આટલી નાની અને સ્પષ્ટ વાત. પોતાના ગુરુ અને વેદાંત વાક્યોમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે. ગુરુએ કહ્યું પછી એમાં અવિશ્વાસ કરવો જરૂરી નથી. ચૈતન્ય પરંપરામાં પ્રેમાનંદ પ્રગટ કરવાનો પહેલો પડાવ છે શ્રદ્ધા. ત્યાર બાદ સાધુસંગ. સારાં લોકોનો સંગ કરવો. ખરાબ લોકોની સોબતમાં ન રહેવું. આપણે કોઈને ધક્કો ન મારીએ, પરંતુ સંગ કરવો હોય તો વિવેકપૂર્વક સજ્જનનો સંગ કરવો. પ્રેમનો આનંદ લેવો હોય તો પહેલાં શ્રદ્ધા, પછી સાધુસંગ. પરંતુ સાધુની સંગતિ દુર્લભ છે. તો ચૈતન્ય પરંપરા કહે છે, પ્રેમાનંદના પ્રગટીકરણ માટે પહેલાં શ્રદ્ધા અને પછી સાધુસંગ. ત્રીજું સૂત્ર, ‘ભજનઃ ક્રિયા.’ ભજન કરવાની વિધા આવી જાય. ભજન કરતાં કરતાં પહેલાં તો વિધામાં જવું પડશે. ચાલો, આપ માળા પર જપ કરો છો, તો કમ સે કમ આપે બેસવું તો પડશે જ. એ વિધા છે. પછી માળા જ્યાં હોય ત્યાંથી એ લેવી પડશે; એ વિધા છે. પછી ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર આપ શરૂ કરો, એ વિધા છે. પરંતુ એમ કરતાં કરતાં જ્યારે આપણે આગળ ચાલ્યા જઈએ અને ભજનક્રિયાનો જ્યારે આપણને બોધ થઈ જાય ત્યારે પછી ફ્રી હિટિંગ. ચોથો પડાવ છે, ભજનક્રિયા આવી જાય છે તો અનર્થોની નિવૃત્તિ થવા લાગે છે. આજુબાજુમાં જે અનર્થ હોય છે, જે પીડાદાયક છે, બાધા કરે છે એવા અનર્થોથી આપોઆપ નિવૃત્તિ થવા લાગે છે. ભજન બધા અનર્થોને દૂર કરે છે. ત્યાર બાદ એકનિષ્ઠા પ્રગટ થશે. કંઈ પણ થાય, એકનિષ્ઠા. આપની નિષ્ઠા જ્યાં હોય ત્યાં પકડી રાખશો. કોઈ કંઈ પણ કહે; નિષ્ઠા પકડી રાખશો. આપની નિષ્ઠા જેમાં હોય તેમાં. તમારી નિષ્ઠા પકડી રાખો. નિષ્ઠાનો મહિમા છે. તો આગળનો પડાવ છે નિષ્ઠા. છઠ્ઠું છે, ‘રુચિસ્તતઃ’ નિષ્ઠા પરિપક્વ થતાં જ રુચિ જાગે છે. ભૂખ લાગે છે તો ખાવાની રુચિ વધે છે. નિષ્ઠા બરાબર હોય તો રુચિ વધે. ચાલો, કથા સાંભળીએ; ચાલો, કથા ગાઈએ. થોડી વાર એકાંતમાં બેસીએ; એમ રુચિ વધશે. સાતમું લક્ષણ છે પ્રેમાનંદ પ્રગટ કરવાનું ‘અથાસક્તિ.’ જેના માટે આપણે યાત્રા શરૂ કરી, જ્યાંથી અથ શરૂ થયું એમાં આસક્તિ થવા લાગે. મૂળમાં આસક્તિ રહે, એ પ્રેમાનંદ પ્રગટ કરવાનું સૂત્ર છે. ‘સ્તતોભાવઃ.’ ત્યાર બાદ ભાવ પ્રગટ થાય છે. એ આઠમો પડાવ છે. ત્યાર બાદ આખરી મંજિલ, ત્યાર બાદ પ્રેમનો અભ્યુદય થાય છે. તો શ્રદ્ધાથી લઈને ભાવ સુધીનો ભક્તિનો આ અષ્ટાંગ યોગ છે, પ્રેમનો અષ્ટાંગ યોગ છે. }(સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:માતા-પિતા કેમ મોડાં જ સમજાય છે?
    Next Article
    એન્કાઉન્ટર:મોરનાં ઈંડાંને ચીતરવા ન પડે! પણ મોર ઈંડાં આપે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment