Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને કાર્યસફળતા મ‌ળે

    1 day ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) મનની મૂંઝવણમાંથી બહાર અવાય. સુખ-શાંતિનો અહેસાસ થાય. સ્વભાવમાં પરાક્રમની સાથે ઉગ્રતા વર્તાય. કામકાજ કરવાની ઝડપ વધે. માતા-પિતાનું સુખ પ્રાપ્ત થાય પરંતુ મતભેદ રહે. આંતરજ્ઞાતિય લગ્ન-વિવાહની ઈચ્છાવાળાની મુરાદ બર આવે. અકસ્માતથી બચવું. તા. 06 મરજી વિરુદ્ધનો ખર્ચ થાય. તા. 08-09-10 મનની મક્કમતા વધે. સિંહ (મ. ટ.) મનમાં આનંદ અને સ્થિરતાનો અનુભવ થાય. આવક વધે. કોઈ આકસ્મિક ફાયદો થઇ શકે. આધ્યાત્મિક ભાવના પ્રબળ બને. જૂનાં રોકાણોમાંથી લાભ થાય. બહારનાં વિદેશી પરિબળો તરફથી ફાયદો થાય. લગ્નની અટકી ગયેલી વાતો ફરીથી શરૂ થાય. વયસ્કની બીમારી લંબાય. તા. 05-10-11 સહકાર મળે. તા. 07 ઉગ્રતા વધે. ધન (ભ. ધ. ફ. ઢ.) પ્રભાવ અને પ્રતિષ્ઠા વચ્ચે વ્યવહાર અને વ્યાપારમાં પ્રગતિ થશે. અંગત દુશ્મનાવટ ઓછી થાય. પોતાની કાબેલિયત બતાવવાનો મોકો ન ચૂકવો. જેટલી મહેનત કરશો તેટલો લાભ પામશો. મોજશોખની ચીજવસ્તુઓમાં મૂડીરોકાણ થાય. ફાલતૂ ખર્ચ કરવાથી બચવું. વડીલોની સેવાનો લાભ મળશે. તા. 05-06-11 શત્રુ વિજય. તા. 08 વ્યગ્રતા. વૃષભ (બ. વ. ઉ.) વૃષભ: આત્મવિશ્વાસમાં વધારો થાય. પરિણામલક્ષી મહેનત કરવાની દિશા મળશે. પરાક્રમવૃદ્ધિમાં સકારાત્મકતા આવશે. વેચાણ-વ્યવસ્થા અને આર્થિક લેવડદેવડમાં અનુકૂળતા વધશે. ભાગીદારો સહભાગી થતા વ્યાવસાયિક મજબૂતાઈ વધે. નોકરીના સ્થળે ભ્રમિત ન થઇ જવાય તેનું ધ્યાન રાખવું. તા. 06-07-11 લાભદાયક. તા. 09 તકરાર. મીન (દ. ચ. ઝ. થ.) સૌનો સાથ અને સૌનો સહકાર મેળવી આગળ વધાશે. માનસિક હળવાશ અનુભવાશે. લાગણીશીલતાનો ભાવ જળવાશે. સારી સમજદારી કેળવી શકશો. સંતાન સાથે સારી રીતે સમન્વય સાધી શકશો. શૈક્ષણિક ક્ષેત્રે સારો લાભ પ્રદાન થશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. સિઝનેબલ વેપારમાં લાભ થશે. તા. 06-07-10 લક્ષ્મીપ્રાપ્તિ. તા. 09 થાક. પોતાના કામ પ્રત્યે વધુ ચીવટ દાખવી શકશો. આયાત-નિકાસના ધંધાર્થીને વેગ મળે. આર્થિક ધોરણોમાં સુધારો થાય. નોકરીના કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે. મનપસંદ જગ્યાએ બદલી થવાના યોગ ઊભા થાય. કાયદાકીય ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓને લાભદાયક સમય છે. હિતશત્રુઓથી સાવધ રહેવું. તા. 05-06-07 આશાનું કિરણ દેખાય. તા. 08 અરુચિ જણાય. મકર (ખ. જ.) આપની શક્તિઓ અધૂરાં રહેલાં કામો પાછળ લગાડશો તો વધુ સફળતા મળશે. નવી ક્ષિતિજો ખૂલે. નવો અવસર પ્રાપ્ત થાય. ખર્ચ અને આવક વચ્ચે સમતુલા જળવાશે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ આવશે. બ્લડપ્રેશર અને માથાનો દુખાવો જેવી તકલીફોવાળાએ સાચવવું. વ્યર્થ વાદવિવાદથી બચવું. તા. 06-07-11 પ્રવાસયોગ. તા. 10 ઉગ્રતા. મિથુન (ક. છ. ઘ.) મિથુન: નેતૃત્વશક્તિ વધે. સ્વબળે આગળ આવવા પ્રેરણા મળશે. વહીવટી કુશાગ્રતા ખીલી ઊઠે. સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય. નોકરિયાતને પ્રગતિ માટેનો માર્ગ ખૂલશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સામાજિક રીતે માન-સન્માન વધશે. અટપટાં કામો સરળતાથી ઉકલી શકાશે. તા. 05 નિરાશાજનક. તા. 07-08-09 ભાગ્ય પ્રબળ બને. તુલા (ર. ત.) વ્યવસાય અને વ્યાવહારિક સંબંધો સારી રીતે નિભાવી શકશો તેથી આપની લોકપ્રિયતા વધશે. પરિવારજનો સાથે તાલમેલ જાળવી શકાશે. ચોક્કસ નિર્ણય ઉપર અવાશે. સંતાન સાથે પ્રેમાળ બનશો. મહેનતના પ્રમાણમાં સારા પરિણામ મેળવી નાણાકીય ક્ષેત્રે સારું પ્રદાન થઈ શકશે. સંબંધોમાં સુમેળ જળવાશે. તા. 05 વેદનામય. તા. 07-08-09 પ્રગતિકારક. કુંભ (ગ. શ. સ.) સુખ-સુવિધામાં વધારો થાય. શિક્ષણ અને કારકિર્દી બંનેમાં અનુકૂળતાઓ વધશે. સંબંધોમાં આકર્ષણ વધે. વિવાહ જેવી બાબતની આંટીઘૂંટીમાંથી બહાર અવાય. વિદ્યાભ્યાસ માટે ખૂબ જ પ્રોત્સાહક સમય રહેશે. પૂર્વ નિર્ધારિત વિદેશ યાત્રાનો યોગ ઊભો થાય. મહત્ત્વના નિર્ણયો કરવા થોડી રાહ જોવી. તા. 05-08-09 સંકલ્પબળ વધે. તા. 11 આવેશમય. કર્ક (ડ. હ.) સ્વતંત્ર બુદ્ધિશક્તિ વિકસે. નિર્ણય લેવાની ક્ષમતા વધે. પ્રજ્ઞાવાન અને બુદ્ધિજીવીઓ માટે સફળતાસૂચક સમય છે. ધાર્મિક ભાવના સુદૃઢ બને. સ્થાવર મિલકતના પડતર કેસોમાં હાલ ઉતાવળ ન કરવી. સંતાનસુખ વધે. વધુ પડતા વાચાળ ન બનવું. કટાક્ષમય ભાષા ઉપર કાબૂ રાખવો. તા. 06 અવરોધ આવે. તા. 09-10-11 અનુકૂળતા. વૃશ્ચિક (ન. ય.) વ્યાવસાયિક અને કારકિર્દીના ક્ષેત્રે અલગ લેવલ બનાવી શકશો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતા વધે. વ્યવસાયમાં સારાં પરિણામ મળશે. કટોકટીમાં ભાગ્ય બળ આપને સાથ આપશે. આપના પ્રયાસોમાં સકારાત્મકતા રહેશે. આકસ્મિક બીમારી અને સ્થાન ફેરબદલીના પ્રસંગ બને. કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન મૂકવો. તા. 07 થાક. તા. 08-09-10 પ્રગતિકારક. મીન (દ. ચ. ઝ. થ.) સૌનો સાથ અને સૌનો સહકાર મેળવી આગળ વધાશે. માનસિક હળવાશ અનુભવાશે. લાગણીશીલતાનો ભાવ જળવાશે. સારી સમજદારી કેળવી શકશો. સંતાન સાથે સારી રીતે સમન્વય સાધી શકશો. શૈક્ષણિક ક્ષેત્રે સારો લાભ પ્રદાન થશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. સિઝનેબલ વેપારમાં લાભ થશે. તા. 06-07-10 લક્ષ્મીપ્રાપ્તિ. તા. 09 થાક.
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:ચિત્રોની ભાષામાં ક્રાંતિ, સંઘર્ષની કથા
    Next Article
    વિકાસની વાટે:વૃક્ષો વાવવામાં અને ઉછેરવામાં કોની રાહ જોવાની?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment