Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતુનાશકોના કારણે જોખમમાં મુકાતું સ્વાસ્થ્ય:ભોજનની થાળીમાં ઝેર?

    11 hours ago

    ડૉ. નરસિમ્હા રેડ્ડી વર્ષ 2018થી 2023 દરમિયાન રાષ્ટ્રીય દેખરેખ કાર્યક્રમ અંતર્ગત 1.30 લાખથી વધુ ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે 28 % નમૂનાઓમાં કોઈ ને કોઈ જંતુનાશક (પેસ્ટિસાઈડ)ના અવશેષો મળી આવ્યા છે. આ આંકડો સાબિત કરે છે કે આપણું ભોજન હવે સંપૂર્ણ સુરક્ષિત રહ્યું નથી. તાજેતરમાં જ ચીને ભારતથી મોકલેલાં મરચાં અને જાપાનથી ગયેલી કેરીની ખેપ પાછી મોકલી દીધી છે. આ પૂર્વે હોંગકોંગ, સિંગાપોર સહિત પાંચ દેશોએ ભારતીય બ્રાન્ડના મસાલા અને ચીને ચોખાના 70 કન્સાઈનમેન્ટ પણ નકારી દીધા હતાં. આ તમામ પાછળનું એક જ કારણ હતું - તેમાં જંતુનાશકોના અવશેષો માનવ સ્વાસ્થ્ય માટે નક્કી કરાયેલી નિર્ધારિત મર્યાદા કરતાં ઘણા વધારે હતા. જો નિકાસ માટે અતિશય તપાસાયેલી ઉત્તમ ખાદ્યસામગ્રી પણ વિદેશી ધોરણો પર ખરી નથી ઊતરી રહી, તો દેશના સામાન્ય નાગરિકોની થાળીમાં પીરસવામાં આવતા ભોજનની સ્થિતિ કેટલી ગંભીર હશે? આ બાબત દેશની જંતુનાશક નિયમન પ્રણાલી અને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફ્ટી) પર મોટો સવાલ ઊભો કરે છે. આ 3 ખાદ્ય શ્રેણીઓમાં સૌથી વધુ જોખમ... આપણે કઈ વસ્તુ, કેટલી માત્રામાં અને કેટલી વાર ખાઈએ છીએ તેના પર સ્વાસ્થ્યનાં જોખમનો આધાર રહેલો છે. ફોતરાં કે છાલ વગરની શાકભાજી: પાલક, મેથી અને કોથમીર આ યાદીમાં મોખરે છે, કારણ કે લણણીના બરાબર પહેલાં તેના પર ભારે છંટકાવ થાય છે અને તેને છોલી શકાતી નથી. ટામેટાંમાં પણ આવું જ છે. છાલ વગરનાં ફળો: દ્રાક્ષ, સ્ટ્રોબેરી અને જરદાળુ જેવાં ફળો, જેને સીધા જ ખાવામાં આવે છે. છોલીને ખાવામાં આવતાં ફળોની સરખામણીએ આ ફળો વધુ ઘાતક સાબિત થઈ શકે છે. મરચાં-મસાલા: મસાલાઓમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે, તેથી સિંગાપોર, હોંગકોંગ, ચીને ભારતીય ખેપ નકારી છે. ગ્રાહક પાસે મસાલાનું ઝેર તપાસવાનો ઉપાય નથી. રસરંગ નોલેજ - ભોજન પર જોખમ વધવાનાં 3 મુખ્ય કારણો 1 ઘાતક અને નકલી જંતુનાશકોનો બેફામ ઉપયોગ: ભારતીય ખેડૂતો એવા ઘણા જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છે જેને વિકસિત દેશોએ અત્યંત જોખમી ગણીને પ્રતિબંધિત કર્યા છે અથવા તેનો ઉપયોગ મર્યાદિત કર્યો છે. આમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણો સામેલ છે. તે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે. 2 નબળો કાયદો અને વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ: દેશમાં ખાદ્ય સુરક્ષા માટે ‘FSSAI’, જંતુનાશકોના રજિસ્ટ્રેશન માટે ‘સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી’ અને રાજ્ય સ્તરની સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ તેમની વચ્ચે પરસ્પર માહિતીના આદાનપ્રદાનનો ભારે અભાવ છે. 3 સંગઠિત પેસ્ટિસાઇડ ઈન્ડસ્ટ્રીનું દબાણ: ભારતમાં જંતુનાશક ઉદ્યોગશક્તિશાળી અને સંગઠિત છે. મે, 2020માં સરકારે 27 ઘાતક જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ આ લોબીના દબાણ હેઠળ તે પ્રક્રિયાને અભેરાઇ પણ ચડાવી દેવામાં આવી. બચવા માટે ગ્રાહકો શું કરી શકે? આપણે ભોજનથી ડરવાની જરૂર નથી, પરંતુ સભાનતા જરૂરી છે... તાજું અને ઘરે બનાવેલું ભોજન લો: તેનાથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સથી બચી શકાશે. શાકભાજી અને ફળોને ઘરે લાવીને બરાબર ધોઈ શકાશે. ભોજનમાં વિવિધતા રાખો, જેથી એક જ સ્ત્રોતનાં રસાયણો શરીરમાં ન જાય. તાજું અને ઘરે બનાવેલું ભોજન લો: તેનાથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સથી બચી શકાશે. શાકભાજી અને ફળોને ઘરે લાવીને બરાબર ધોઈ શકાશે. ભોજનમાં વિવિધતા રાખો, જેથી એક જ સ્ત્રોતનાં રસાયણો શરીરમાં ન જાય. સ્વાસ્થ્ય સલાહ: ડૉ. સુદીપ ખન્ના (સિનિયર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ)
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:જે તે ધર્મનું નવનીત એના મિસ્ટિક કલ્ચરમાં છે
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:AIનું સાવધાનીભર્યું સ્વાગતમ્

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment