Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:જે તે ધર્મનું નવનીત એના મિસ્ટિક કલ્ચરમાં છે

    9 hours ago

    બસરાના લોકો શહેરની બહાર એકઠા થઈને વરસાદ પડે તે માટે અલ્લાહની બંદગી કરી રહ્યા હતા. સૌનાં ગળાં સૂકાં હતાં અને સૌની આંખો ભીની હતી. બંદગીને અંતે આકાશમાંથી એક ટીપું પણ ન પડ્યું. બરાબર એ જ સમયે ત્યાંથી એક મુસાફર પસાર થઈ રહ્યો હતો. એણે મોટા ટોળાને હાથ ઊંચા કરીને, બંધ આંખે અને ગળગળા સાદે અલ્લાહની બંદગી કરતું જોયું. એ મુસાફર ત્યાં જ ઊભો રહી ગયો. એને દયા આવી ગઈ. એણે ત્યાં જ અટકી જઈને બંદગી કરતા કહ્યું: ‘અલ્લાહ! મારી આંખોમાં રહેલો જાદુ જો અને બસરા પર વરસાદ મોકલ.’ તરત વરસાદ થયો. ટોળામાં એક જણ મુસાફરને ધારી ધારીને જોઈ રહ્યો હતો. એણે મુસાફરને કહ્યું: ‘હે શેખ, મારે તમને ખાસ વિનંતી કરવી છે. તમારી આંખોમાં કયો જાદુ છે તે મને કહેશો?’ મુસાફરે જવાબમાં કહ્યું: ‘મારી આ આંખોએ ભક્ત બયાઝિદને જોયા છે. બયાઝિદ રસ્તા પર ચાલે અને જે ધૂળ ઊડે તે પણ આંખમાં આંજવાનો સુરમો બની જાય છે. એમની જીભ જે વાણી વહેતી મેલે તે વસંતવર્ષા બની રહે છે. એ અનોખી વર્ષાને કારણે તો નિર્જીવ અને કાંટાળી ભોંય પણ જીવતી થાય છે તથા એના પર ગુલાબનો બાગ લહેરાવા માંડે છે.’ પ્રખ્યાત સૂફી સંત શરાફુદ્દીન મનેરીનો જન્મ બિહારમાં પટનાથી 20 માઇલ છેટે આવેલા મનેર ગામમાં ઈ. સ. 1290ના અરસામાં થયેલો. આજે પણ બિહારના લોકો એમને આદરથી યાદ કરે છે અને એમની મૃત્યુતિથિએ રાજગિરમાં એક જગ્યાએ એકઠા થાય છે. જ્યાં સંતની સાધના થયેલી એ ગુફા અને એક કૂવો પણ ત્યાં છે. આ જગ્યાએથી અબુ તવામા સાથે સંત મનેરી ઢાકા પાસે આવેલા સોનારગાંવ ગયેલા અને ઇસ્લામનો ઊંડો અભ્યાસ કરેલો. સંત મનેરીએ પોતાના શિષ્ય કાઝી શમસુદ્દીનને સો જેટલા પત્રો લખ્યા. આ પત્રો સૂફી વર્તુળોમાં આદરપૂર્વક સચવાયા. મહંમદ તઘલખ, અકબર અને ઔરંગઝેબ જેવા રાજાઓએ આ પત્રો વાંચેલા. અકબર તો નિયમિતપણે આ પત્રો કોઈ પાસે વંચાવતો. આ બધા પત્રો મૂળે ફારસી ભાષામાં લખાયેલા. બધા જ પત્રોનો અંગ્રેજી અનુવાદ પૉલ જેક્સને કર્યો જે ‘લેટર્સ ફ્રૉમ મનેરી’ મથાળે પ્રગટ થયો છે. *** શાંતિનો પાયો છે અંતઃકરણની સ્વચ્છતા. *** જ્યાં સુધી તમે બધી ચીજોના વળગણમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી તમને બધું પ્રાપ્ત નહીં થાય. *** ખ્વાજા સુહાઈલ જ્યારે પણ કોઈ સાથે વાત કરતા ત્યારે મિત્ર કહીને તેને સંબોધતા. શિષ્યો હેરાન થતા અને પૂછતા: જો અન્ય વ્યક્તિ મિત્ર ન હોય તો એને ‘મિત્ર’ તરીકે શી રીતે સંબોધી શકાય? ખ્વાજા સુહાઈલે આ પ્રશ્નના જવાબમાં એક શિષ્યના કાનમાં કહેલું: બે જ શક્યતાઓ છે. એ આદમી કાં તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારો હોય કે પછી દંભી હોય. જો એ શ્રદ્ધાળુ હોય તો એ ઈશ્વરનો ‘મિત્ર’ છે અને જો એ દંભી હોય તો શૈતાનનો ‘મિત્ર’ છે. સૂફી સંત મનેરીના પત્રોમાંથી થોડીક પ્રસાદી જ ચાખી લઈએ: સ્વર્ગ પૃથ્વીને પૂછે છે : કોઈ સાધક પસાર થતો તારા જોવામાં આવ્યો ખરો? પૃથ્વી સ્વર્ગને પૂછે છે: કોઈ પ્રેમી તારા ભણી આવતો નજરે પડ્યો કે? *** પુસ્તકમાં એક પત્રમાં સંત મનેરી ભૂલનું અત્યંત મૌલિક અર્થઘટન કરે છે. ‘ભૂલ એટલે શું? જે કરતાં પહેલાં તમે જે કરવા માગતા ન હતા અને જે કર્યા પછી એને ફરીફરીને કરવા માગતા નથી એને ‘ભૂલ’ કહી શકાય. દાખલા તરીકે કોઈ માણસ લપસણા માર્ગ પર ગબડી પડે અને પછી ઊભો થઈ ચાલવા માંડે તો એનું ગબડી પડવું એ ભૂલ ગણાય. એ લપસી પડ્યો તે પહેલાં લપસી પડવા માગતો ન હતો અને ઊભો થઈ હિંડવા માંડે પછી ફરી લપસી પડવા માગતો નથી. મસીહા જે ભૂલ કરે તે આ પ્રકારની હોય છે. એમની ઊંચી અવસ્થાને કારણે નાની ભૂલો માટે પણ અલ્લાહ એમની ધૂળ ખંખેરી નાખે છે જ્યારે સામાન્ય માણસોને તો મોટી ભૂલો માટે હળવો ઠપકો પણ આપવામાં આવતો નથી.’ આ શબ્દો વાંચીએ ત્યારે મહાત્મા ગાંધી પોતાની રાઈ જેવડી ભૂલને હિમાલય જેવડી ગણવાનું કહેતા એ વાતનું રહસ્ય સમજાય છે. ક્યારેક જીવનમાં પણ આપણને જોવા મળે છે કે સો ટચનો સજ્જન નાની ભૂલ કરે તો પકડાઈ જઈને ફજેત થાય છે જ્યારે રીઢો દુર્જન ભાગ્યે જ પકડાય છે. મસીહાની નાની ભૂલ પણ ભગવાન માફ નથી કરતો એ પણ કૃપાનો જ એક પ્રકાર છે. બહુ વિચારતાં એવું સમજાય છે કે જે તે ધર્મનું નવનીત એના મિસ્ટિક કલ્ચરમાં જળવાયેલું હોય છે. બૌદ્ધ ધર્મનું સાર તત્ત્વ ઝેન વિચારધારામાં સચવાયેલું જણાય છે. ઇસ્લામનું શ્રેષ્ઠ તત્ત્વ સૂફી વિચારધારામાં જળવાયેલું જોવા મળે છે. વૈદિક ધર્મનું નવનીત ઉપનિષદોમાં સચવાયું છે. ધર્મમાં ક્રિયાકાંડ, બાહ્યાચાર, દેખાદેખી, ગતાનુગતિકતાનાં દૂષણો કાળક્રમે પેસે જ છે. આવી મર્યાદાઓથી બચીને ચાલવાના સંતોના જીવનનિષ્ઠ પ્રયત્નોમાંથી જે રહસ્યવાદ જન્મે તેમાં ધર્મનો મર્મ સચવાઈ રહે છે. પ્રત્યેક ધર્મને સૂપડાવૃત્તિથી ઝાટકી ઝાટકીને, તળેઉપર કરીને એમાંથી કર્મકાંડી કસ્તર સાફ કરીને કશુંક પરિશુદ્ધ તત્ત્વ પામવા માટે સંતો રોમેન્ટિક મિસ્ટિસિઝમને શરણે જાય છે. સૂફી સંતો તો અલ્લાહને કાયમ પ્રિયતમા સાથે જ સરખાવતા આવ્યા છે. સંતોને ભક્તિમાર્ગ કે પછી પ્રેમમાર્ગ વધારે ફાવે છે, ભાવે છે. સૂફીમાર્ગ એ ભક્તિમાર્ગ છે. જો ભારતમાં ઔરંગઝેબને બદલે સૂફીમાર્ગી એવા એના ભાઈ દારા સિકોહનું શાસન ચાલ્યું હોય તો કદાચ ભારતના ભાગલા ન થયા હોત. ધર્માંધ થવાનું મુલ્લાંને પાલવે, સૂફી ફકીરને નહીં. જે ધર્માંધ છે તે બીજું બધું હોઈ શકે, ખુદાનો બંદો તો ન જ હોઈ શકે. હરિનો મારગ એ વાસ્તવમાં પ્રેમનો મારગ છે. આ વાત ભુલાઈ જાય ત્યારે બંદગી વિસારે પડે છે અને ગંદગી વધી પડે છે. પાઘડીનો વળ છેડે ખ્વાજા બયાઝિદ કહે છે: એ મિત્રની નજર હજારો સન્માન બરાબર છે; હું એક એવી ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યો છું કે ક્યારે એ પરમમિત્રની નજર મારા પર પડે! *** તમારા ચહેરાને વળગેલી ધૂળ પાણીથી દૂર થઈ શકે પરંતુ પાણી વડે મોં ધોવાથી તમારા ચહેરાનો રંગ બદલાય ખરો? *** જ્યાં ઠપકો નથી ત્યાં પ્રેમ કેવો? જ્યાં પ્રેમ હોય ત્યાં ઠપકો હોય જ. } Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    लक्ष्मीकांत-प्यारेलाल का एवरग्रीन गाना, रोमांटिक समझते हैं लोग, लेकिन दोस्ती का है प्रतीक, मोहम्मद रफी ने गाने के लिए ली थी सिर्फ 1 रुपए फीस
    Next Article
    જંતુનાશકોના કારણે જોખમમાં મુકાતું સ્વાસ્થ્ય:ભોજનની થાળીમાં ઝેર?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment