Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાના સત્તાધીશોના ફોટો સેશન સામે જનતાનો ભારે આક્રોશ:પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા જનતાએ સો.મીડિયા પર આડે હાથ લીધા, ચેરમેને કોમેન્ટ સેક્શન જ લોક કર્યું

    12 hours ago

    જૂનાગઢ શહેરમાં ચોમાસાની સિઝનના પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસકોની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલીને પ્રજા સામે મૂકી દીધી છે. કાગળ પર મસમોટા દાવાઓ કરીને સંતોષ માનતા સત્તાધીશોની બેદરકારીના કારણે પહેલા જ વરસાદમાં આખું શહેર પાણી-પાણી થઈ ગયું હતું. ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા, ભયજનક ખાડાઓ પડી ગયા અને પાણી ભરાઈ જવાના કારણે ચારથી પાંચ નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બનીને ઇજાગ્રસ્ત થયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલતા જનતામાં આક્રોશ ​આ આખી પરિસ્થિતિ વચ્ચે ચોમાસા પહેલાં જે કામગીરી ગંભીરતાથી કરવાની જરૂર હતી, તેમાં સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચેના સંકલનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. અણ-આવડત અને નીતિ-નિયમો વિરુદ્ધ કરાયેલા કામોને કારણે સ્થાનિક જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલી જતાં જનતામાં ઉઠેલા આક્રોશને શાંત કરવા અને જનતાની સહાનુભૂતિ મેળવવા માટે જૂનાગઢ મનપાના સત્તાધીશો ત્રાહિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મેયર, નેતા અને પદાધિકારીઓનો અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખાડો મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી અને અન્ય પદાધિકારીઓ વરસાદ રોકાઈ ગયા પછી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં માત્ર અને માત્ર દેખાડો કરવા દોડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. પ્રી-મોન્સૂન કામગીરીમાં રાખેલી કચાશની જરા પણ ફિકર કર્યા વગર આ સત્તાધીશોએ ત્યાં પણ ફોટો સેશન કરાવવાનું ચૂક્યા નહોતા. રસ્તા પર ચાલી રહેલા સામાન્ય પેચવર્કના કામો સાથે પોતાના ફોટા પડાવીને તેમણે સોશિયલ મીડિયા પર વાહવાહ મેળવવા માટે અપલોડ કર્યા હતા. સો.મીડિયામાં ફોટા મૂકતા કોમેન્ટ સેક્શનમાં ઉધડો લીધો ​જોકે, સત્તાધીશોની આ ચાલાકી જૂનાગઢની જાગૃત જનતા સમક્ષ ચાલી શકી નહીં. સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ થતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ કમેન્ટ સેક્શનમાં આ શાસકોનો જોરદાર ઉધડો લીધો હતો અને બેફામ ભ્રષ્ટાચાર તેમજ અણ-આવડત અંગે આકરા પ્રહારો કર્યા હતા. જનતાના આ આક્રોશથી ડરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કમેન્ટ બંધ (લોક) કરી દીધી હતી, જેથી અન્ય લોકો જનતાનો આક્રોશ વાંચી ન શકે. નેતાઓ સુવિધા આપવાના નામે સદંતર નિષ્ફળ આ બાબત સાબિત કરે છે કે સત્તાધીશોને જનતાની મુશ્કેલીઓની કોઈ પરવા નથી અને તેઓ માત્ર લાખો રૂપિયાના ટેન્ડરોના બિલ પાસ કરાવીને ભજીયા પાર્ટીઓ ઉડાવવામાં મસ્ત છે. જ્યારે મત માંગવાના હોય ત્યારે બે હાથ જોડીને પ્રજા વચ્ચે આવતા આ નેતાઓ સુવિધા આપવાના નામે સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ​સોશિયલ મીડિયા પર જનતાની આકરી કમેન્ટ્સ ​અત્યાર સુધી ક્યાં હતા. કે પછી ચાલુ વરસાદમાં કામ કરો તો ટૂંકા ગાળામાં ફરીથી કરવા થાય અને ખાલી તિજોરી ઝડપથી ભરાય. વાહ જનતા પ્રતિનિધિ શું ખેલ કરો છો. હવે કોર્પોરેટરો જાહેર કરે કે આ ખાડો મારો અને નાગરિકો જાહેર કરે કે આ પાડો મારો. હવે ભીખ માંગવા સોરી વોટ માંગવા આવે તો એકાદ પ્રશ્ન પૂછવાની હિંમત તો રાખજો. ભ્રષ્ટાચારિયો બધા પ્રી-મોન્સુન કામગીરી વરસાદ આવે પછી કરે અને હવે ફોટા પડાવશે. વરસાદ ચાલુ થયો એટલે તાત્કાલિક ધોવાય જેથી ફરીથી ખીસું ભરવા કામગીરી કરી શકાય એટલે ચાલુ કર્યું. અત્યાર સુધી ક્યાં સુતાતા. એક નંબરના નાટકબાજ છુઓ. આ કામ મહીના પહેલા કરવાની જરૂર હતી. કેટલાક અકસ્માતો થયા એટલે સફાળા જગ્યા છો પણ એકજ વરસાદમાં બધું સાફ થઈ જશે. ખાલી બિલ બનશે અને કાગળ ઉપર રહેશે. પબ્લિકના પ્રતિનિધિ એ જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીને પુછવું પડે કે, પ્રી-મોન્સૂન કામગીરી ક્યાં કરી? પણ પુછવું કેમ કાગળમાં ભાગ હોય ને હવે ખાલી ફોટો સેશન કરો પ્રજા હવે ઓળખી ગઈ છે. પોતે તો અકલમઠા છે જ પબ્લિકને પણ બનાવે છે. ફોટા પાડીને બતાવે કે અમે કામ કરીએ છીએ. એક ટ્રેક્ટર માટી નાખીને આખું નગર પાલિકા ફોટા પડાવવા આવી ગયા. કામે લાગેલા વૃદ્ધ મજૂર એકલો અને ફોટા પડાવવા વાળા અડધો ડઝન. એક ફોટો જ તમારી અસલિયત છતી કરી નાખે છે. દેખાડો... દેખાડો... દેખાડો... માત્ર દેખાડો કરવા માટે નીકળ્યા છે, હમણાં ફોટા પાડી ઘરે ચાલ્યા જશે. કામ જ કરવાની દાનત હોય તો જુનાગઢ કોર્પોરેશનમાં 20 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન છે તો પણ પ્રાથમિક સુવિધા આપી શકી નથી માત્ર ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર... ​ફોટા મુક્તા સારા આવડે નગરપાલિકા વાળા ઓને. ​મૂરખ અત્યાર સુધી ક્યાં હતા, પાછા અત્યારે ફોટા મુકો છો? સાહેબ આ કામગીરી એક મહિના પહેલા કરવાની હતી, હવે ચાલુ વરસાદે કોઈ કામ થવાનો નથી. એ વાત એક અભણને પણ ખબર છે. હવે તો ફક્ત ફોટા જ સારા આવે. ​ગયો આ બહાને કામ ચાલુ કરે વરસાદ નહીં આવે. ચાલુ વરસાદે કામકરાય? આ કાંકરા પેચ વર્ક કરો ત્યારે નાખવાના હોય, પેચ વર્ક સમયે માટી નાખો આજ કામ પંદર દિવસ પહેલાં કર્યું હોત તો, હવે ચાલુ વરસાદે પાણીમાં પેચવર્ક વાહ તમારું નોલેજ ગજબ છે લોકો ને મામુ જ બનાવવાની આવડત છે. આ એક કામ કર્યું એ આપ ફાટે, ત્યાં થીગડું દેવા જેવું છે એક એક રોડની આ હાલત છે. કાંકરા નાખ્યા એટલે વરસાદમાં પાણી સાથે એ પણ નીકળી જાય ખબર નથી પડતી. આ નગર પાલિકાને અને માણસો કાંકરામાં પડે એ નોખા, કેવી જૂનાગઢની પાલિકા છે એ! થૂંકના સાંધા, ચોમાસામાં જ યાદ આવે છે? પણ બધાય ભેગા કેમ જાવ છો? 5 જણ છો તો પાંચેય અલગ અલગ વિસ્તારમાં ફરો ને, કામ જલ્દી ઉકલશે. હવે બસ કરો પબ્લિકની ધીરજ ફૂટી રહી છે. ખરેખર તો આવા નેતા હોવા જોઈએ જૂનાગઢના, કામના કઈ ઘટે નહીં અને જનતા પાસે કંઈ વધે નહીં. 25 વર્ષો થી કોર્પોરેશન હોવા છતાં જૂનાગઢની જનતાને રોડ પણ નથી આપી શક્યા. ભગવાન બચાવે આવા રોડ રસ્તાથી ને કુ શાસકો થી.... જય સિયારામ... 20 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને દર ચોમાસે આ જ કેસેટ વગાડો છો તો થોડુંક પ્રજાનું ધ્યાન રાખો તો સારું કેમ કે પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છે અને વિરોધ પક્ષ તો નાબૂદ જ કરી દીદો છે. બાકી હવે પ્રજા પણ તમારા ખોટા દાવાઓ થી કંટાળી ગઈ છે એટલે સુધરો તો સારું બાકી આવતી ટર્મમા વિરોધ પક્ષમાં તમારે બેસવું પડશે એ વાત નક્કી છે. હવે આવી પોસ્ટો રહેવા દો પબ્લિક તમારાથી કંટાળી ગઈ છે તમારા બધા ના નાટકો થી જોખી જોખીને દેવાનું ચાલુ કરે એની પહેલા સુધરી જાઓ.
    Click here to Read More
    Previous Article
    ગણદેવી અને ચીખલીમાં 4 કલાકમાં 5-5 ઈંચ વરસાદ:8 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, દરિયામાં ભારે કરંટ; 12 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    સુરત મનપાની સંકલન બેઠકમાં ભારે ગરમાવો:ગેરકાયદે બાંધકામ મુદ્દે કુમાર કાનાણીનો વોકઆઉટ, અધિકારીઓ સામે ધારાસભ્યો લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment