Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી અને ચીખલીમાં 4 કલાકમાં 5-5 ઈંચ વરસાદ:8 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, દરિયામાં ભારે કરંટ; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    एक दिन पहले

    ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવી અને ચીખલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે જલાલપોર અને નવસારીમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખબાક્યો છે. અમરેલીના રાજુલામાં પોણા સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં મોડી સાંજે પણ વરસાદ વરસી રહ્યો છે. જો અવિરત ચાલુ રહેશે તો ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ વિકટ બની શકે છે. હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે રાજ્યમાં હાલ શિયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક્ડ લો પ્રેશર અને સીઝનલ ટ્રફ જેવી 5 શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આ સિસ્ટમોના પ્રભાવથી આજે (4 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ અને છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જુલાઈ સુધી ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની પણ આગાહી છે. ભારે પવનથી દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. ગુજરાતમાં ચાલુ સિઝનનો સરેરાશ 13.27% વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે. આ પણ વાંચો… માંગરોળ-કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકાર, ડ્રોન વીડિયો બે ડેમ હાઈ એલર્ટ અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11 ટકા જેટલો ભરાયો છે. જ્યારે, અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70થી 100 ટકા, 20 ડેમ 50થી 70 ટકા, 58 ડેમ 25થી 50 ટકા, 118 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં 2 ડેમ હાઇ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 NDRFની ટીમ અને 25 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. સોમનાથથી દ્વારકા જતો હાઇ-વે ધોવાયો, વાહન-વ્યવહાર ઠપ્પ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. બીલીમોરા-અમલસાડ અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી અંબિકા નદીના પુલ ઉપર અમલસાડ તરફ અચાનક મોટું ગાબડું અને તિરાડો દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પુલ પરનો રોડ તોડીને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો:વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ પર માત્ર 14 રન જ બનાવી શક્યો; ઇંગ્લેન્ડે પહેલી ઓવરમાં બે વિકેટ ગુમાવી
    Next Article
    જૂનાગઢ મનપાના સત્તાધીશોના ફોટો સેશન સામે જનતાનો ભારે આક્રોશ:પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા જનતાએ સો.મીડિયા પર આડે હાથ લીધા, ચેરમેને કોમેન્ટ સેક્શન જ લોક કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment