Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીએ પ્રજાના નાણાંનો બગાડ અટકાવ્યો:વરાછામાં નવી માર્કેટની દરખાસ્ત મુલતવી, મોંઘા રોપા ખરીદવાનું કામ દફતરે કરાયું

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય થતો અટકાવવા માટે બે મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણયો લેવામાં આવ્યા છે. વહીવટી પારદર્શિતા અને આર્થિક શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, કમિટીએ વરાછા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારી નવી વેજીટેબલ માર્કેટની દરખાસ્તને મુલતવી રાખી છે. આ સાથે જ, વૃક્ષારોપણ માટે અગાઉના ભાવ કરતાં અનેક ગણા મોંઘા ભાવે 10 ફૂટના રોપા ખરીદવાની લાખો રૂપિયાની દરખાસ્તને પણ કડક વલણ અપનાવીને દફતરે (નામંજૂર) કરી દેવામાં આવી છે. વરાછામાં નવી માર્કેટની દરખાસ્ત મુલતવી મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર-3, પ્લોટ નંબર-23 ખાતે સ્થાનિકોની સુવિધા માટે એક આધુનિક પતરાના શેડ વાળી નવી વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે 2,64,73,545નું મોટું બજેટ નક્કી કરી મંજૂરી અર્થે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ્યારે આ દરખાસ્ત પર ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કમિટીના સભ્યોએ નોંધ્યું હતું કે પ્રસ્તાવિત જગ્યાથી માત્ર 250 થી 300 ફૂટ જેટલા નજીકના અંતરે જ ઓલરેડી એક સરકારી વેજીટેબલ માર્કેટ અસ્તિત્વમાં છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વર્તમાન માર્કેટનો પણ સ્થાનિક લોકો કે વેપારીઓ દ્વારા પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી અને તે મોટાભાગે ખાલી રહે છે. એક જ વિસ્તારમાં તદ્દન નજીક બીજી માર્કેટ પાછળ કરોડો રૂપિયાનો આંધણ કરવો તે જાહેર નાણાંનો સીધો બગાડ સાબિત થઈ શકે તેમ હોવાથી, સ્ટેન્ડિંગ કમિટીએ ભારે સમજદારી દાખવી આ દરખાસ્તને હાલ તુરત જ મુલતવી રાખવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. મોંઘા રોપા ખરીદવાનું કામ દફતરે કરાયું બીજા એક મહત્વના નિર્ણયમાં, શહેરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણની જાળવણીના નામે શાસકીય મંજૂરી માટે આવેલી રોપા ખરીદીની દરખાસ્ત પર કમિટીએ કાતર ફેરવી દીધી છે. સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોપવા માટે 10 ફૂટની ઊંચાઈ ધરાવતા 5,000 નંગ મોટા રોપા ખરીદવા માટે 13,12,000 ના ખર્ચે ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જ્યારે કમિટીએ આ ટેન્ડરના આંકડાઓ અને ભૂતકાળના ભાવોની ક્રોસ-વેરિફિકેશન કરી, ત્યારે મોટી વિસંગતતા સામે આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ સત્તાવાર નોંધ્યું હતું કે, અગાઉ જ્યારે પાલિકા દ્વારા 5 ફૂટની ઊંચાઈ ધરાવતા રોપા મંગાવવામાં આવ્યા હતા, ત્યારે એક રોપાની કિંમત માત્ર 45 થી 50 ની આસપાસ પડી હતી. તેની સામે વર્તમાન દરખાસ્તમાં 10 ફૂટના રોપા માટે એક નંગના 260 થી 290 સુધીનો ભાવ દર્શાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઊંચાઈ બમણી થાય તો ભાવમાં પાંચથી દસ ટકા કે થોડો વ્યાજબી તફાવત સમજી શકાય, પરંતુ અહીં તો કિંમત સીધી 5 થી 6 ગણી વસૂલવામાં આવી રહી હતી. ભાવમાં રહેલો આ મસમોટો તફાવત અને શંકાસ્પદ ભાવ વધારો જોતા કમિટીએ આ સમગ્ર કામને સદંતર નામંજૂર કરીને દફતરે કરવાનો આદેશ આપ્યો હતો. પાલિકાએ નાણાકીય શિસ્તનો ઉત્તમ દાખલો બેસાડ્યો સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના આ બંને નિર્ણયોએ એ સાબિત કર્યું છે કે વહીવટી તંત્ર માત્ર આંખ મીંચીને દરખાસ્તો મંજૂર કરતું નથી, પરંતુ જનતાના એક-એક રૂપિયાના ખર્ચનો હિસાબ રાખે છે. બિનજરૂરી સિવિલ પ્રોજેક્ટ્સ અટકાવીને અને શંકાસ્પદ ખરીદીઓ પર રોક લગાવીને પાલિકાએ નાણાકીય શિસ્તનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાવરપ્લેમાં ભારતે બે વિકેટ ગુમાવી:વૈભવ પછી શાનદાર બેટિંગ કરતો અભિષેક પણ આઉટ; ઇંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર-89/2
    Next Article
    નકલી નોટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:22 વર્ષથી ફરાર હતો, એકના ત્રણ ગણાની લાલચ આપતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment