Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીજીના ત્રણ વાંદરાના બેનર સાથે સ્થાનિકોનો વિરોધ:મોટા વરાછામાં ગેરકાયદેસર બાંધકામને લઈ સરથાણા ઝોન ઓફિસનો ધેરાવ; ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછાની પુનિતધામ સોસાયટીના રહીશોએ સોસાયટીના કોમન પ્લોટ (COP) અને આંતરિક રસ્તા પર ભૂમાફિયાઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ સરથાણા ઝોન ઓફિસ ખાતે મહિલાઓ અને બાળકો સહિત એકત્રિત થઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા ચાર મહિનાથી સ્થાનિક તંત્ર અને રાજકીય પદાધિકારીઓને 50થી 60 જેટલી લેખિત અરજીઓ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ અન્યાય અને તંત્રની નિષ્ક્રિયતા સામે ન્યાય મેળવવા માટે કંટાળેલા નાગરિકોએ આખરે ગાંધીજીના ત્રણ વાંદરાના પ્રતીક સાથે કટાક્ષપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. આખેઆખો રસ્તો બંધ કરી 6 માળનું બિલ્ડીંગ ખડકાયું સ્થાનિક રહીશ સંજય કાનજીભાઈ ગોરીના જણાવ્યા અનુસાર, સોસાયટીની અંદર આવેલા કોમન પ્લોટની જગ્યા તેમજ માર્જિનની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યું છે. આટલું જ નહીં, સ્થાનિકોના અવરજવર માટેના મુખ્ય આંતરિક રસ્તાને આખેઆખો બંધ કરી દઈને ત્યાં પાંચથી છ માળનું બિલ્ડીંગ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર બાંધકામને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેમનું હરવા-ફરવાનું પણ દુભર બન્યું છે. ગાંધીજીના ત્રણ વાંદરાના બેનર સાથે વહીવટી તંત્ર પર કટાક્ષ વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશો દ્વારા એક અનોખું બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીજીના ત્રણ વાંદરાઓના ચિત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સોસાયટીની મહિલાઓ અને રહીશોએ ઝોન ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરીને સીધો આક્ષેપ કર્યો હતો કે, જવાબદાર અધિકારીઓ અને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો વચ્ચે મોટી આર્થિક લેણદેણ થઈ હોવાના કારણે જ રહીશોની ન્યાયિક અરજીઓ કચરાપેટીમાં નાખી દેવામાં આવી છે. સીલિંગના નામે માત્ર કાગળિયાની કાર્યવાહીનો આક્ષેપ રહીશોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી અધિકારીઓ માત્ર 'કાર્યવાહી ચાલુ છે' તેવો એક જ સરખો જવાબ આપી રહ્યા છે. તંત્ર દ્વારા જે સીલ મારવામાં આવ્યા છે તે માત્ર કાગળ અને ટેપ પટ્ટીના બનેલા છે. આ પ્રકારના ઉપરછલ્લા સીલ માર્યા બાદ પણ મકાનની અંદર બાંધકામ સતત ચાલુ રહ્યું છે, જે વર્લ્ડ રેકોર્ડ સમાન મજાક છે. આ બાબતે મેયર માયાબેન માવાણી, સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ તમામ રાજકીય આગેવાનોને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. સોસાયટીના રહીશોની મુખ્ય માંગ સોસાયટીના જે આંતરિક રસ્તાઓ ગેરકાયદેસર રીતે બંધ કરી દેવાયા છે તેને તાત્કાલિક ખુલ્લા કરવામાં આવે અને કોમન પ્લોટ (COP) ની જગ્યામાં ખડકાયેલું અનધિકૃત બાંધકામ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    પ્રિ-મોન્સૂન કામગીરીનો ₹50 લાખ ખર્ચ પાણીમાં:જળબંબાકાર વેરાવળમાં 8 સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ, 140 કર્મચારીઓ ઉતાર્યા; 'જાતે ગટરના ઢાંકણા ન ખોલો'- લોકોને અપીલ
    Next Article
    પાટણમાં સીલ તોડી ગેરકાયદેસર સ્લોટરિંગ:ખાટકીવાડામાં નગરપાલિકા-પોલીસે જીવતા પક્ષીઓ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment