Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સૂન કામગીરીનો ₹50 લાખ ખર્ચ પાણીમાં:જળબંબાકાર વેરાવળમાં 8 સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ, 140 કર્મચારીઓ ઉતાર્યા; 'જાતે ગટરના ઢાંકણા ન ખોલો'- લોકોને અપીલ

    1 day ago

    વેરાવળમાં ધોધમાર વરસાદના પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને સામાન્ય બનાવવા માટે નગરપાલિકા તંત્રે યુદ્ધના ધોરણે રાહત અને પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે 8થી વધુ સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. આ સાથે જ 4 JCB, 6 ટ્રેક્ટર અને 140થી વધુ સફાઈ કર્મચારીઓને મેદાનમાં ઉતારીને કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન કામગીરીનો ₹50 લાખ ખર્ચ પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ છે. દરમિયાન ચીફ ઓફિસરે 'જાતે ગટરના ઢાંકણા ન ખોલો' એવી લોકોને અપીલ કરી છે. નગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, ભારે વરસાદના કારણે શહેરમાં એકસાથે મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં હાલની ડ્રેનેજ અને વરસાદી લાઇન પર ભારે દબાણ સર્જાયું હતું, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. હાલ તંત્ર દ્વારા સતત પમ્પિંગ, ગટર સફાઈ, કચરો દૂર કરવો અને વરસાદી પાણીના પ્રવાહને સરળ બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મર્યાદિત ક્ષમતા સામે અસાધારણ વરસાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, શહેરમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી પાણીની આવક અસાધારણ રહી હતી. હાલની પાણી નિકાલની વ્યવસ્થા મર્યાદિત ક્ષમતા ધરાવતી હોવાથી અતિભારે વરસાદ દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા માટે તમામ ઉપલબ્ધ સાધનો અને માનવબળને કામે લગાડવામાં આવ્યા છે. પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ ₹50 લાખથી વધુનો ખર્ચ ચીફ ઓફિસરે વધુમાં માહિતી આપી હતી કે, ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા ગટર સફાઈ અને વરસાદી પાણીના નિકાલના માર્ગો સાફ કરવા સહિતની પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પાછળ પાલિકાના સ્વભંડોળમાંથી અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજુ કેટલીક કામગીરીના બિલો બાકી હોવાથી કુલ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ, શહેરના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધારાના સાધનો પણ તૈનાત કરાઈ રહ્યા છે. 'જાતે ગટરના ઢાંકણા ન ખોલો' ચીફ ઓફિસર પારસ મકવાણાએ નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે, વરસાદી પાણીના નિકાલ માટે કોઈએ પોતાની રીતે ગટરના ઢાંકણા ખોલવાનો પ્રયાસ કરવો નહીં. ખુલ્લા મેનહોલના કારણે અકસ્માત કે જાનહાનિ જેવી ગંભીર ઘટનાઓ ઘટી શકે છે. કોઈ પણ સમસ્યા જણાય તો તરત જ નગરપાલિકાનો સંપર્ક કરી તંત્રને સહકાર આપવો. હાલ નગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખીને શહેરની સ્થિતિ ઝડપથી સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભારે વરસાદ બાદ તાપી બે કાંઠે, રાંદેર-કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો; ગેરકાયેદસર બાંધકામ મુદ્દે સ્થાનિકોનો વિરોધ
    Next Article
    ગાંધીજીના ત્રણ વાંદરાના બેનર સાથે સ્થાનિકોનો વિરોધ:મોટા વરાછામાં ગેરકાયદેસર બાંધકામને લઈ સરથાણા ઝોન ઓફિસનો ધેરાવ; ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment