Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સીલ તોડી ગેરકાયદેસર સ્લોટરિંગ:ખાટકીવાડામાં નગરપાલિકા-પોલીસે જીવતા પક્ષીઓ જપ્ત કર્યા

    1 day ago

    પાટણના ખાટકીવાડા વિસ્તારમાં સીલ તોડીને ગેરકાયદેસર સ્લોટરિંગ પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી મળતા વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડીને સ્થળ પરથી જીવતા પક્ષીઓ જપ્ત કર્યા હતા. પાટણ નગરપાલિકાને માહિતી મળી હતી કે શહેરના ખાટકીવાડા વિસ્તારમાં અગાઉ સીલ કરાયેલા વાડાઓમાં સીલ તોડીને ફરીથી ગેરકાયદેસર પશુઓની કતલની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બાતમીના આધારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ, લાઇન ડિપાર્ટમેન્ટ અને પોલીસ તંત્રની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન, સીલ તોડીને સ્લોટરિંગની કામગીરી ચાલુ હોવાનું માલૂમ પડ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરીને જીવતા પક્ષીઓ રાખવામાં આવ્યા હતા. નગરપાલિકાની ટીમે સ્થળ પરથી આ જીવતા પ્રાણીઓને કબ્જે લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે જીવદયા સંસ્થામાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી બાદ ખાટકીવાડાના રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ચીફ ઓફિસરને ઘેરવાનો પ્રયાસ થતાં પોલીસે તેમને કોર્ડન કરીને બહાર કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીજીના ત્રણ વાંદરાના બેનર સાથે સ્થાનિકોનો વિરોધ:મોટા વરાછામાં ગેરકાયદેસર બાંધકામને લઈ સરથાણા ઝોન ઓફિસનો ધેરાવ; ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા
    Next Article
    Morbi Groundnut Godown Fire News: મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ | Rafaleshwar | Fire Fighter | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment