Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં બ્યુટિફિકેશનના કરોડોના કામમાં ભ્રષ્ટાચારના ભુવા:ભારે વરસાદમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માર્ગ પરનું ગરનાળું બેસી ગયું: વિપક્ષના આક્ષેપો સાચા ઠર્યા, તંત્રની પોલ ખુલ્લી પડી

    एक दिन पहले

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરમાં વિકાસ અને બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા કામોની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ગતરોજ પડેલા ભારે વરસાદે નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની તો પોલ ખોલી જ, સાથે-સાથે કરોડો રૂપિયાના ખર્ચે થયેલા બ્યુટિફિકેશનના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોને પણ મોટું બળ પૂરું પાડ્યું છે. 15 ફૂટ જેટલો ભાગ ધસી પડ્યો! વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર-4 માં આવેલી પ્રતિષ્ઠિત વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જોડતા મુખ્ય માર્ગ પર તાજેતરમાં જ બ્યુટિફિકેશન અંતર્ગત લાખો-કરોડોના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. જો કે, ગઈકાલના મુશળધાર વરસાદ બાદ આ માર્ગ પર આવેલા ગરનાળાનો આશરે 15 ફૂટ જેટલો મોટો ભાગ અચાનક ધસી પડ્યો હતો. ગરનાળું બેસી જતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો અને વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે આ ઘટના હલકી ગુણવત્તાની કામગીરી અને અધિકારીઓની મિલીભગતનું જીવતું-જાગતું ઉદાહરણ છે. વિપક્ષી નેતા જોમિલ ગામિતે કહ્યું કે, “અમે અગાઉ પણ બ્યુટિફિકેશનના કામોમાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હતી. ત્યારે તંત્રએ આંખ આડા કાન કર્યા હતા, અને આજે આ ગરનાળું બેસી જતાં અમારો ભ્રષ્ટાચારનો આક્ષેપ અક્ષરશઃ સાચો સાબિત થયો છે.” વ્યારા નગરપાલિકા અધિકારીઓનો લૂલો બચાવ: સવાલોથી ભાગતા ચીફ ઓફિસર આ ગંભીર બેદરકારી અંગે જ્યારે મીડિયા દ્વારા જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની નીતિ 'ખો આપવાની' રહી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરે "કામ વધુ છે અને આ બધા માટે મારી પાસે સમય નથી" તેવું બહાનું ધરીને મીડિયાના તીખા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું અને જવાબદારી એન્જિનિયર પર ઢોળી દીધી હતી. એન્જિનિયરનો બચાવ: પાલિકાના એન્જિનિયરે આ કામ ૬ વર્ષ જૂનું હોવાનો દાવો કર્યો હતો અને ગરનાળું જલ્દી રિપેર કરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ દબાણ મુદ્દે મૌન રહ્યા ગરનાળાની બંને બાજુએ થયેલા ગેરકાયદેસર દબાણો અંગે જ્યારે એન્જિનિયરને સવાલ પૂછાયો, ત્યારે તેમણે "આ અન્ય વિભાગનું કામ છે" તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    કોરોના વોરિયર્સ ગ્રુપે 500 વિધવા બહેનોને સાડીઓ આપી:બોટાદમાં 'મા'નો પાલવ ચેરિટી શો દ્વારા થયું વિતરણ
    Next Article
    11 જુલાઈએ સાબરકાંઠામાં લોક અદાલત:11 પ્રકારના કેસોનો નિકાલ થશે, વર્ષની બીજી રાષ્ટ્રીય અદાલત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment