Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 જુલાઈએ સાબરકાંઠામાં લોક અદાલત:11 પ્રકારના કેસોનો નિકાલ થશે, વર્ષની બીજી રાષ્ટ્રીય અદાલત

    23 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં 11 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા આ અદાલત યોજાશે. ઇન્ચાર્જ અધ્યક્ષ એમ. એન. શેખના નેતૃત્વ અને સચિવ સી.પી. ચારણના માર્ગદર્શન હેઠળ આ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત છે. આ લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ અને દિવાની કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ લગાવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને દંડ ન ભરનારા લોકોના કેસો પણ લોક અદાલતમાં મૂકવામાં આવશે. લોક અદાલતમાં કેસોનો નિકાલ બંને પક્ષકારો માટે લાભદાયી છે. સમાધાન દ્વારા કેસોનો ઉકેલ આવતા કોઈની હાર કે જીત થતી નથી, જેનાથી પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રહેતું નથી અને સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા નાગરિકોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં બ્યુટિફિકેશનના કરોડોના કામમાં ભ્રષ્ટાચારના ભુવા:ભારે વરસાદમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માર્ગ પરનું ગરનાળું બેસી ગયું: વિપક્ષના આક્ષેપો સાચા ઠર્યા, તંત્રની પોલ ખુલ્લી પડી
    Next Article
    મહેસાણામાં તંત્રની 'અદ્દભૂત' ઇજનેરી બુદ્ધિના પ્રદર્શનનો VIDEO:પાંચોટ બાયપાસ પર ચાલુ વરસાદમાં રોડ બનાવવા ડામર પાથર્યો, વીડિયો વાઇરલ થતાં સ્થાનિકોનો કટાક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment