Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં તંત્રની 'અદ્દભૂત' ઇજનેરી બુદ્ધિના પ્રદર્શનનો VIDEO:પાંચોટ બાયપાસ પર ચાલુ વરસાદમાં રોડ બનાવવા ડામર પાથર્યો, વીડિયો વાઇરલ થતાં સ્થાનિકોનો કટાક્ષ

    21 hours ago

    સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની અદ્દભૂત ઈજનેરી બુદ્ધિનો એક અત્યંત ચોંકાવનારો અને અનોખો નમૂનો જોવા મળ્યો છે. મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ પાસે નિર્માણાધીન ઓવર બ્રિજ પર ધોધમાર ચાલુ વરસાદમાં જ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડામર અને પાણી એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે અને પાણીના સંપર્કમાં આવતા જ ડામરનું આયુષ્ય પૂરું થઈ જાય છે. જોકે, સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરે ધોધમાર વરસાદની વચ્ચે જ ગરમ ડામર રોડ પર પાાથરી દીધો હતો. આ દૃશ્યો જોઈ વાહનચાલકો અને સ્થાનિકો આશ્ચર્યમાં મુકાયા હતા. ભીના રસ્તા પર ગરમ ડામર પાથરવામાં આવતાં જ પાણી વરાળ બનીને હવામાં ઉડવા લાગ્યું હતું અને ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ દૃશ્યો જોઈને લોકો કટાક્ષ કરી રહ્યા છે કે આ હવામાં ઉડેલા ધુમાડા ડામરના નહીં, પરંતુ તંત્રની બુદ્ધિના ધુમાડા હતા. કરોડોના ખર્ચે બનતા રોડની ગુણવત્તા પર સવાલો ઊઠ્યા ચોમાસાની સીઝનમાં જ્યારે સામાન્ય રીતે રોડ-રસ્તાના કામ બંધ રાખવામાં આવતા હોય છે, ત્યારે ચાલુ વરસાદે આવી રીતે ઉતાવળે રોડ બનાવીને તંત્રએ કયો રેકોર્ડ તોડવો હતો તે તો રામ જાણે, પરંતુ આ આંધળી કામગીરીને કારણે કરોડોના ખર્ચે બનનારા રોડની ગુણવત્તા પર હવે ગંભીર સવાલો ઊઠ્યા છે. ચાલુ વરસાદે બનેલો આ રોડ કેટલા દિવસ ટકશે તે એક મોટો સવાલ છે. જનતાના ટેક્સના પૈસાનો ચાલુ વરસાદે ધુમાડો ભ્રષ્ટાચાર અને લાપરવાહીની ચાડી ખાતો આ અદ્ભુત કામગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયો શેર કરીને તંત્રની આ કહેવાતી ‘ડબલ સ્માર્ટ એન્જિન’ની સરકાર અને જવાબદાર અધિકારીઓની કામગીરી પર ભારે કટાક્ષ કરી રહ્યા છે. જનતાના ટેક્સના પૈસાનો આ રીતે ચાલુ વરસાદે ધુમાડો કરનારા જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સામે કડક પગલાં લેવા લોક માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ વાઇરલ વીડિયોની ગંભીરતા નોંધીને કોઈ તપાસના આદેશ આપે છે કે પછી હંમેશાની જેમ આંખ આડા કાન કરે છે. ડામર પથરવાની કામગીરી સમયે વરસાદ પડ્યો સમગ્ર બાબતે અધિકારી માનસ શ્રીવાસ્તવે ભાસ્કરને જણાવ્યું કે, રાત્રે વરસાદ નહોતો આવ્યો એના પહેલાનું કામ ચાલુ હતું. જોકે ડામર પથરવાની કામગીરી ચાલુ હતી એ દરમિયાન વરસાદ પડ્યો હતો અને પથરેલા ડામર પર રોલિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ કામગીરી રાત્રે 12 વાગે બંધ કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    11 જુલાઈએ સાબરકાંઠામાં લોક અદાલત:11 પ્રકારના કેસોનો નિકાલ થશે, વર્ષની બીજી રાષ્ટ્રીય અદાલત
    Next Article
    Jamaat-e-Islami Alleges 'Motivated' Demolitions, Raises SIR Concerns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment