Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્ધબેભાન દર્દીને સારવારના બદલે ટીંગાટોળી કરી મરવા રોડ પર ફેંક્યો:રાજકોટ સિવિલનું અમાનવીય કૃત્ય, સિવિલ અધિક્ષકે તપાસનો આદેશ આપ્યો

    3 days ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને ભારે સંવેદનહીનતાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક અત્યંત અશક્ત અને અર્ધબેભાન દર્દીને માનવતા નેવે મૂકીને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ટીંગાટોળી કરી બહાર રોડ પર ફેંકી દીધો હતો. આ અમાનવીય કૃત્યને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, આ બાબત સિવિલ સર્જનના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પગલાં ભરી દર્દીને ફરી દાખલ કરાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઝેરી દવાની અસર થતા સિવિલમાં દાખલ થયો હતો મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામેથી 2 જુલાઈના રોજ વહેલી સવારે 1.45 વાગ્યે ગણેશ રામલાલ કટારા નામનો 30 વર્ષનો યુવાન ઝેરી દવાની અસર થવાના કારણે અત્યંત ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અર્ધબેભાન હાલતમાં દર્દી વોર્ડની બહાર નીકળી ગયો હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન 3 જુલાઈએ સવારે આ યુવાન અર્ધબેભાન અવસ્થામાં પોતાના વોર્ડમાંથી બહાર નીકળી ગયો હતો. રાતભર આ દર્દી OPDની બહાર જ જમીન પર સૂતેલો રહ્યો હતો, પરંતુ હોસ્પિટલના રાઉન્ડ પર રહેલા સ્ટાફમાંથી કોઈની પણ નજર આ અસહાય દર્દી પર પડી ન હતી. ઝેરી દવાની તીવ્ર અસરના કારણે દર્દી પોતાની શુદ્ધબુદ્ધ ગુમાવી બેઠો હતો અને ઓપીડી વોર્ડની બહારના કમ્પાઉન્ડમાં કણસતી હાલતમાં પડ્યો હતો. તેને જોઈને તેને તાત્કાલિક વોર્ડમાં લઈ જઈને સારવાર આપવાની પવિત્ર ફરજના બદલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણી દર્દીને રોડ પર ફેંકી દીધો સિક્યુરિટીના માણસોએ આ ગંભીર દર્દીને 'દારૂડિયો' ગણાવી દીધો હતો અને સવારે 7 વાગ્યાની આસપાસ કમ્પાઉન્ડમાં સૂતેલા શ્રમિક યુવાનની નિર્દયતાપૂર્વક ટીંગાટોળી કરી હતી. સ્ટાફે આ અર્ધબેભાન શ્રમિકને હોસ્પિટલની બિલકુલ સામે આવેલી SBI બેંકના ગેટ નજીક ફૂટપાથ પર મરવા માટે ફેંકી દીધો હતો. આટલું મોટું પાપ કર્યા પછી પણ સિક્યુરિટી સ્ટાફ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ત્યાંથી રવાના થઈ ગયો હતો. જાગૃતિ નાગરિકે સિવિલ અધિક્ષકનું ધ્યાન દોર્યું આ હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સવારે ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોએ નજરે નિહાળી હતી. જ્યારે કેટલાક લોકોએ સિક્યુરિટી સ્ટાફને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્ટાફે આ દર્દી નશાની હાલતમાં હોવાનું કહીને વાતને હસવામાં ઉડાવી દીધી હતી. જોકે, સવારે જ્યારે સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા હોસ્પિટલના રૂટિન રાઉન્ડમાં નીકળ્યા, ત્યારે કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર અમાનવીય ઘટના અંગે તેમનું ધ્યાન દોર્યું હતું. ડો. મોનાલીએ સ્ટાફને ખખડાવ્યા, દર્દીને ફરી સારવાર અપાવી ઘટનાની ગંભીરતા સમજીને ડો. મોનાલી માકડીયાએ તાત્કાલિક સ્થળ ઉપર હાજર સિક્યુરિટી સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો ભારે ઉધડો લીધો હતો અને તેમને ખૂબ જ ખખડાવી નાખ્યા હતા. તેમણે તાત્કાલિક રોડની ફૂટપાથ પર કણસતા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં ખસેડી ફરીથી સારવાર શરૂ કરાવી હતી. 'દર્દી પ્રત્યે સંવેદનહીનતા ચલાવી લેવાશે નહીં' સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાનમાં આવતા તરત જ દર્દીને ફરી દાખલ કરી સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે. તેમજ આવી ગંભીર ભૂલ બીજીવાર ન થાય તે માટે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ તપાસમાં જે કોઈ કસૂરવાર સાબિત થશે તેની સામે દાખલારૂપ અને કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી છે. દર્દીઓ પ્રત્યે આવી સંવેદનહીનતા ક્યારેય ચલાવી લેવાશે નહીં. સિવિલના સિક્યુરિટી સ્ટાફમાં સંવેદનહીનતા આ સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રમાં કેટલી હદો સુધી અંધેર નગરી અને સંવેદનહીનતા વ્યાપેલી છે. ઝેરી દવા પીધેલા એક ગરીબ શ્રમિક દર્દીની જિંદગીની હોસ્પિટલના કર્મચારીઓ માટે કોઈ કિંમત જ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એકલા સારવાર માટે આવેલા દર્દીને સાજો કરીને ઘરે મોકલવાના બદલે રસ્તા પર મોતને ઘાટ ઉતારવા માટે ફેંકી દેવાની ઘટના ધ્રુજાવી દેનારી છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશો તો આપી દેવાયા છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ થવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની સંવેદનશીલ સરકાર પણ આ ગંભીર બાબતમાં કડક વલણ અપનાવે અને કસૂરવારો સામે દાખલારૂપ કાનૂની પગલાં ભરે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ:જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો, CM ભજનલાલે આભાર વ્યક્ત કર્યો
    Next Article
    માર્ગ અને મકાન વિભાગના 122 કર્મચારીઓને પ્રમોશન:વર્ક આસિસ્ટન્ટમાંથી અધિક મદદનીશ ઇજનેર તરીકે બઢતી, જુઓ કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment