Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દવા નથી પીવી કહી ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો:ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાએ આપઘાત કર્યો

    12 hours ago

    અમદાવાદના ઓઢવ નારીગૃહ સંરક્ષણ ગૃહમાં એક માનસિક અસ્થિર મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગઇકાલે(3 જુલાઈ) રાત્રિના સમયે બધી મહિલાઓ નીચે હતી ત્યારે દવા નહીં પીવાનું કહી ઉપરના માળે જઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓઢવ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દવા નથી પીવી એમ કહી ઉપરના માળે જતી રહી મળતી માહિતી મુજબ શહેરના ઓઢવ વિસ્તારમાં નારી સંરક્ષણ ગૃહ આવેલું છે. નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાઓને પણ રાખવામાં આવે છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ તમામ મહિલાઓ નારી સંરક્ષણ ગૃહમાં હાજર હતી અને દવા લેવાનો સમય થયો હતો ત્યારે નેહાબેન નામની મહિલા જેને ગઈકાલે જ હોસ્પિટલથી લાવવામાં આવી હતી તેને પણ દવા લેવાનું કીધું હતું, પરંતુ પોતે દવા પીવી નથી એમ કહી દીધું હતું. બધી મહિલાઓ નીચે હતી અને પોતે દવા નથી પીવું એમ કહી ઉપરના માળે જતી રહી હતી. મહિલા માનસિક રીતે અસ્થિર હતી ઉપરના માળે જઈને નેહાબેને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ ઓઢવ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલા માનસિક રીતે અસ્થિર હતી અને તેમની દવા ચાલી રહી હતી. રાત્રે દવા નહીં પીવાનું કહી અને ઉપર જઈને તેણે આપઘાત કરી લીધો છે. અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં:ઉજ્જૈનમાં યુવક તણાયો; મહારાષ્ટ્રમાં સ્ટેશનની બહાર પાણી ભરાયું, પાલઘરમાં સ્કૂલ-કોલેજ બંધ; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    Next Article
    જાફરાબાદ બંદરે 700થી વધુ બોટ લાંગરી, ડ્રોન વીડિયો:અમરેલીમાં રેડ એલર્ટ, 3 નંબર સિગ્નલ બાદ દરિયામાં હાઇટાઈટની સ્થિતિ; પવનની સ્પીડ વધતાં વરસાદી માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment