Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં:ઉજ્જૈનમાં યુવક તણાયો; મહારાષ્ટ્રમાં સ્ટેશનની બહાર પાણી ભરાયું, પાલઘરમાં સ્કૂલ-કોલેજ બંધ; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

    16 hours ago

    ચોમાસું દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક ભાગો બાકી છે, જોકે તે પહેલા આ બંને રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના મેંદરડા વિસ્તારમાં સમઢિયાળા ગામ પાસે પૂરના પાણીમાં ચાર વાહનો ફસાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોને બચાવવામાં આવ્યા હતા. બીજી તરફ, મહારાષ્ટ્રના નાલાસોપારામાં રેલવે સ્ટેશનની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. મુસાફરોને પાણીમાં ચાલીને સ્ટેશન પહોંચવું પડી રહ્યું છે. પાલઘરમાં વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ બાદ સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈનોર ઓટીમાં પાણી ભરાઈ ગયું હતું. અહીંથી દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ભોપાલ-ઈન્દોર સહિત 26 થી વધુ જિલ્લાઓમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ઉજ્જૈનમાં પુલિયા પાર કરવાનો પ્રયાસ કરતા એક યુવક મોટરસાયકલ સહિત તણાઈ ગયો હતો. યુપીના 20 જિલ્લામાં વરસાદ થયો. મથુરામાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં ગરદન સુધી પાણી ભરાઈ ગયું. કાનપુરમાં GSVM મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું. કાર-બાઈક અડધી ડૂબી ગઈ. ઝાંસીમાં વીજળી પડવાથી ખેડૂતનું મોત થયું. દેશભરમાંથી વરસાદની 5 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ત્રિશા કૃષ્ણન ZARA પર ભડકી:ઓનલાઇન મંગાવેલા કપડાંમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોવાનો આરોપ, કહ્યું- 'પેક કરતાં પહેલાં સૂંઘી તો લો'
    Next Article
    દવા નથી પીવી કહી ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો:ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાએ આપઘાત કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment