Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂછપરછ માટે બોલાવ્યા હતા ને દુ:ખાવો ઉપડ્યો:ડીઆઇજીપી કચેરીમાં રાધિકા ટાઉનશીપના વૃદ્ધનું એટેકથી મોત

    1 day ago

    મૂળ હાઉસિંગ સોસાયટીના અને હાલ વંથલી રોડ પર, વાડલા ફાટક નજીક આવેલ રાધિકા ટાઉનશીપ ફ્લેટ નંબર 201 માં રહેતા 68 વર્ષીય વજુભાઇ ગોરધનભાઇને ડીઆઇજીપી કચેરી ખાતે પુછપરછ માટે જાણ કરવામાં આવી હતી. જેથી ગઈ તારીખ 1લી જુલાઈના રોજ વૃદ્ધ ડીઆઇજીપી કચેરી ખાતે ગયા હતા. તે દરમ્યાન તેમને અચાનક છાતીમાં દુઃખાવો થતા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તપાસી હાર્ટ એટેક આવતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હોવાનુ જણાવ્યું હતું. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના રાજકોટ ખાતે રહેતા પુત્ર ધવલભાઇનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી. તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા વોરંટ અંગે વજુભાઈ વરુને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવારમાં ખસેડાવ્યા હતા. પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ચોમાસું આવી ગયું, પણ ‘મોત’ના 106 ખાડા પૂરવાના બાકી: 15 જૂન સુધી ખોદકામ આટોપવાનું હતું છતાં ચાલુ
    Next Article
    ત્રણ ગણી લૂંટ:સિવિલમાં પીએમ નોટની ફી રૂ.16, પણ ફોટોકોપીના નામે રૂ.48 લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment