Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ ગણી લૂંટ:સિવિલમાં પીએમ નોટની ફી રૂ.16, પણ ફોટોકોપીના નામે રૂ.48 લેવાયા

    1 day ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (પીએમ) નોટ મેળવવાની ફી રૂ.16 છે, પરંતુ રૂ. 48 વસૂલાય છે. તાજેતરમાં મૃતકનાં સગાં પાસેથી નિયત ફી રૂ. 16 ઉપરાંત વધારાના રૂ. 48 વસૂલાયા હતા. જોકે તેમ છતાં પોસ્ટમોર્ટમ નોટની નકલ આપવામાં આવી નહોતી. આવો આક્ષેપ કરવાની સાથે સગાંએ કહ્યું કે, પીએમ નોટ માટે સરકારી ફી ચૂકવ્યા બાદ પણ અલગથી રૂ. 40 ખર્ચીને ફોટોકોપી કરાવવી પડી હતી. મૃતકના સગા ભરતભાઈએ આક્ષેપ કર્યો કે, મારાં સગાંનાં સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ પોસ્ટમોર્ટમ નોટ (પીએમ નોટ) મેળવવા માટે રૂ. 16ની નિયત ફી ચૂકવી હતી. ત્યાર બાદ વધારાની 3 કોપીની જરૂર હોવાથી વધારાના રૂ. 48 પણ ચૂકવ્યા હતા અને તેની પહોંચ પણ અપાઈ હતી, પણ પીએમ નોટની વધારાની 3 કોપીની રકમ ચૂકવ્યા પછી પણ પીએમ નોટની નકલ અમને આપી નહોતી. અંતે પોતાના ખર્ચે બહારથી ફોટોકોપી કરાવવી પડી. મારા જેવી તકલીફ અન્ય લોકોને ન પડે તે માટે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને ફરિયાદ કરી છે. પોસ્ટમોર્ટમ નોટ કેમ જરૂરી છે? - પોસ્ટમોર્ટમ નોટ એ મૃત્યુનાં કારણો, ઇજાઓ અને ફોરેન્સિક નિરીક્ષણની સત્તાવાર નોંધ છે. - અકસ્માત, આત્મહત્યા, હત્યા કે શંકાસ્પદ મૃત્યુના કેસોમાં આ દસ્તાવેજ મહત્ત્વનો પુરાવો ગણાય છે. - વીમા ક્લેમ, કોર્ટ કેસ, વળતર અરજી અને પોલીસ તપાસમાં તેનો ઉપયોગ થાય છે. - સરકારી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા નિઃશુલ્ક હોય છે, જ્યારે નોટની પ્રમાણિત નકલ માટે નિયત વહીવટી ફી લેવામાં આવે છે. સ્ટાફને રૂ.16થી વધુ રકમ ન લેવા સૂચના હોસ્પિટલમાં વર્ષે અંદાજે 8 હજાર પીએમ થાય છે. તેનો ચાર્જ લેવાતો નથી. જ્યારે પીએમ નોટ માટે માત્ર રૂ. 16 લેવાય છે, જે સરકારમાં જમા થાય છે. હાલ સંબંધિત સ્ટાફને રૂ. 16થી વધુ રકમ ન લેવા સૂચના આપી છે. -ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડન્ટ
    Click here to Read More
    Previous Article
    પૂછપરછ માટે બોલાવ્યા હતા ને દુ:ખાવો ઉપડ્યો:ડીઆઇજીપી કચેરીમાં રાધિકા ટાઉનશીપના વૃદ્ધનું એટેકથી મોત
    Next Article
    ગરમી 5 ડિગ્રી ઘટી:4 દિવસમાં શહેરમાં દોઢથી 2 ઈંચ સુધી વરસાદની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment