Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ચોમાસું આવી ગયું, પણ ‘મોત’ના 106 ખાડા પૂરવાના બાકી: 15 જૂન સુધી ખોદકામ આટોપવાનું હતું છતાં ચાલુ

    1 day ago

    શહેરમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે, પણ હજુ સુધી મ્યુનિ.ની પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે. વિવિધ વિસ્તારોમાં કુલ 1416 ખાડા મ્યુનિ.એ પૂરવાના હતા, જેમાંથી હજુય 106 ખાડા પૂરવાના બાકી છે. મધ્યમથી ભારે વરસાદમાં જ આ ખાડા જોખમી બની શકે છે. જોકે મ્યુનિ.એ 7 જુલાઈ સુધીમાં આ ખાડા પૂરી દેવા તૈયારી દર્શાવી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 477 ખાડા પડ્યા છે, જે તમામ પૂરી દેવાયા છે, જ્યારે સૌથી વધુ 37 ખાડા પૂર્વ ઝોનમાં પૂરવાના બાકી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિ. કમિશનરે 15 જૂન પહેલાં કામગીરી બંધ કરી દેવા સૂચના આપી હોવા છતાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે પણ ખોદકામ ચાલી રહ્યું છે. રસ્તા પર પણ કોન્ટ્રાક્ટરોની ધીમી કામગીરીને કારણે રસ્તા અડધા જ બની શક્યા છે. કેટલાક વ્હાઇટ ટોપિંગ રોડ પર પણ અડધો રસ્તો બનાવવાનો બાકી છે. આ સ્થિતિ વરસાદમાં નાગરિકોના જીવ જોખમમાં મૂકી તેવી છે. વાસણા, અખબારનગર, વાડજ, પાલડીમાં રોડ પર ક્યાંક અધૂરું કામ તો ક્યાંક હજુ ચાલુ શહેરના ઘણા એવા વિસ્તારો છે, જ્યાં રોડ પર પાણી, ગટરલાઇનનાં કામ હજુ ચાલી રહ્યા છે. વાસણાથી ચંદ્રનગર તરફના રોડ પર લાંબા સમયથી ખોદીને મૂકેલો ખાડો હજુ પુરાયો નથી. અખબારનગર ચાર રસ્તાથી વાડજ તરફ જતા રસ્તે મોટું ખોદકામ થયું છે. પાલડી ચાર રસ્તા પાસે રસ્તો બનાવવા માટે ખોદેલી જગ્યા હજુ સુધી પૂરવામાં આવી નથી. ઔડાના 200 કરોડ ખાડામાં : શાંતિપુરા-શેલાના રોડ ધોવાયા, VIP રોડની ફૂટપાથ 2 વર્ષથી અધૂરી ઔડાની હદમાં આવેલા વિસ્તારોમાં શાંતિપુરા, શેલા અને શેલા ગામમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. નવી ટીપી અને હયાત વિસ્તારોમાં નવા રસ્તા બનાવવા પાછળ રૂ.200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના લીરેલીરાં ઊડી ગયાં છે. નબળા મટીરિયલ અને પેચવર્કના કારણે સામાન્ય વરસાદી ઝાપટાંમાં જ ડામર ઊખડી ગયો છે અને કપચી બહાર આવી ગઈ છે. અંદાજિત 6 કિલોમીટર લાંબો વીઆઈપી રોડ પર મેઇન રોડ બની ગયો છે, પરંતુ ફૂટપાથની કામગીરી છેલ્લાં બે વર્ષથી અધૂરી છે. શાંતિપુરાઃ ડામરનો રસ્તો જ બન્યો નથી. રસ્તા પર ધૂળની ડમરી ઊડી રહી છે, સામાન્ય વરસાદમાં પણ ખાડા જોખમી બની ગયા છે. શેલાઃ અહીંં રસ્તા પર ડામરના પડ ઊખડી ગયા છે અને ખાડા પડ્યા છે. સામાન્ય ઝાપટાંમાં પણ પાણી ભરાઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છની પો. ઓફિસમાં પાસબુકની અછત, નવી ડિઝાઇનના લીધે પ્રિન્ટિંગમાં વિલંબ
    Next Article
    પૂછપરછ માટે બોલાવ્યા હતા ને દુ:ખાવો ઉપડ્યો:ડીઆઇજીપી કચેરીમાં રાધિકા ટાઉનશીપના વૃદ્ધનું એટેકથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment