Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છની પો. ઓફિસમાં પાસબુકની અછત, નવી ડિઝાઇનના લીધે પ્રિન્ટિંગમાં વિલંબ

    2 days ago

    કચ્છમાં પોસ્ટ ઓફિસની પાસબુકની વ્યાપક અછત વર્તાઈ રહી છે, જેના કારણ તરીકે પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે પાસબુકની સત્તાવાર ડિઝાઇન અને તેના પરના સ્લોગન બદલવાની પ્રક્રિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે, ચાલુ વર્ષે હજુ સુધી નવી ડિઝાઇન સાથેની પૂરતી પાસબુક પ્રિન્ટ થઈને મુખ્ય પોસ્ટ કચેરીઓને સમયસર ન મળવાના કારણે આ ગંભીર અછત ઊભી થઈ છે. પાસબુક ન હોવાના લીધે ગ્રાહકો પોતાના ખાતામાં જમા થયેલા વ્યાજ, પેન્શન કે સરકારી સબસિડીની રકમ જમા થઈ છે કે નહીં તેની એન્ટ્રી કરાવી શકતા નથી, પેન્શનરોને આવકની ખરાઈ કરવામાં પરેશાની થાય છે. અંજાર પોસ્ટ ઓફિસ દ્વારા જરૂરી પાસબુક મેળવવા માટે ભુજ હેડ પોસ્ટ ઓફિસને માંગણી પત્ર મોકલાયો હતો, હેડ પોસ્ટ ઓફિસ દ્વારા અંજાર શાખાને હાલ પૂરતી 100 પાસબુક પૂરી પડાઈ છે અને તંત્ર દ્વારા ખાતરી અવી છે કે આ સ્ટોક મળતાં જ પ્રતીક્ષા કરી રહેલા ગ્રાહકોને તાત્કાલિક અસરથી ઇસ્યુ કરી દેવાશે, પરંતુ સમગ્ર જિલ્લાની વ્યાપક જરૂરિયાત સામે આ જથ્થો ઘણો ઓછો હોવાથી વહેલી તકે નવી પ્રિન્ટ થયેલી પાસબુકોનો મોટો જથ્થો ફાળવવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે. કર્મીઓને ટાર્ગેટ પણ પાસબુક વગર ખાતા કેમ ખોલવા એક તરફ પોસ્ટ વિભાગ દ્વારા કર્મચારીઓને વીમા અને બચત યોજનાઓ અંતર્ગત નવા ખાતા ખોલવા માટે ટાર્ગેટ અપાઈ રહ્યા છે, બીજી તરફ ગ્રાહકોને આપવા માટે કચેરીઓમાં પાસબુકનો જ વ્યાપક તોટો છે. પાસબુક વિના કોઈ ગ્રાહક નવું ખાતું ખોલાવવા તૈયાર થતું નથી, જેના કારણે કર્મચારીઓ કાતરની બે ધારે કપાઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ જમીની હકીકત જાણ્યા વિના માત્ર આંકડાકીય લક્ષ્યાંકો સિદ્ધ કરવા કડક આદેશો છોડે છે, પરંતુ પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'બધી છોકરીઓ સિયા જેવી નથી હોતી', VIDEO:'ખૂબ ડર લાગે છે, છોકરા-છોકરીઓની મેન્ટાલિટી ખરાબ થઈ રહી છે', સિયા અંગે અમદાવાદીઓ શું બોલ્યા?
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ચોમાસું આવી ગયું, પણ ‘મોત’ના 106 ખાડા પૂરવાના બાકી: 15 જૂન સુધી ખોદકામ આટોપવાનું હતું છતાં ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment