Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવ કરતા બમણા ભાવ ચૂકવાશે , જંત્રી આધારિત વળતરનો અંત, સવાલ-જવાબમાં સમજો જાણવા માગો છો એ બધું જ

    2 days ago

    રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. આ મામલે ખેડૂતોમાં અસંતોષ વધતો જોઈને રાજ્ય સરકારે એક મોટો સુધારો કર્યો છે. હવે જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના માર્કેટ રેટના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોને ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે. પહેલા તબક્કાવાર વળતર મળતું તો એમાં હવે શું ફેરફાર કર્યા? જવાબ: અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે(બીમ કોલમ કે ગર્ડર્સ ગોઠવવાની પ્રક્રિયા) 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવામાં આવશે. માર્કેટ રેટ કમિટીમાં કોણ કોણ હશે? ખેડૂતના પ્રતિનિધ હશે? જવાબ: ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે. કોરિડોર માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શું વળતર અલગ અલગ રહેશે? જવાબ: વીજ લાઇનના રાઇટ ઓફ વે(ROW) કોરિડોર માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત થયેલી બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે. અપૂરતું વળતર હોવાનો ખેડૂતને અસંતોષ હોય તો શું કરી શકે? જવાબ: જો માર્કેટ કમિટી દ્વારા કોઈ ખેડૂતને વળતર અપૂરતું લાગે તો તેને કોર્ટ અથવા સિવિલ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર રહેશે. જૂના વિવાદોનું શું થશે? જવાબ: વીજ લાઈનના વળતર સંબંધિત અગાઉથી ચાલી રહેલા વિવાદો પર સરકાર વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં વિગતવાર ગાઈડલાઈન તૈયાર કરીને સરકારના ઠરાવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે. જેતપર ગામના ઉદાહરણથી સમજો કેટલું વળતર મળશે? ટાવર એરિયા અને આર.ઓ. જે કોરિડોર છે આર.ઓ.ડબ્લ્યુ (RoW), એ બંનેનો 6,11 અને 12,74 જે જેતપર ગામમાં ડી.એલ.વી.સી (DLVC) નક્કી થઈ છે. એમાં 18.85 લાખ ખેડૂતને મળવાપાત્ર હતા. હવે એ પ્રથા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા મળશે. કોંઢ ગામમાં જો 9 લાખ મળતા હોય તો હવે 42 લાખ મળશે એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે, એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે આર.ઓ.ડબ્લ્યુ (RoW)માં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 લાખ મળશે. એટલે કે 9 લાખ મળતા હતા એના 42 લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર છે. વળતર અંગે સરકારની સ્પષ્ટતા: બજારભાવ કેવી રીતે નક્કી થશે? પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે જમીનના બજારભાવનો અર્થ જમીનની વાસ્તવિક બજાર કિંમત છે. જો જમીન ખેતીલાયક હશે તો તે વિસ્તારની ખેતીલાયક જમીનના વર્તમાન બજારભાવને આધારે વળતર નક્કી કરવામાં આવશે. હેતુ ખેડૂતોને વાસ્તવિક મૂલ્ય મુજબ યોગ્ય વળતર આપવાનો છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ વિસ્તાર ન હોય અને કેવળ ખેતી થતી હોય તો એ ખેતી લાયક ભાવ નક્કી થશે. પહેલા આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચુકવણું થતું હતું, હવે એની જગ્યાએ MRC કમિટીની રચના કરી છે. એ MRC કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે? DLVC દ્વારા? પરંતુ એ આખું મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે અને 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ તેના આધારે જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. અન્ય રાજ્યો કરતાં વધુ લાભદાયી નિર્ણયનો દાવો જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતોના હિતમાં સૌથી વધુ લાભદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાનો છે. મુદ્દો અને ખેડૂતોના વિરોધનું કારણ સમજો ગત મે અને જૂનથી ખેતરોમાં નાંખવામાં આવતા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. તેમાં પણ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં આંદોલન ખૂબ ઉગ્ર બન્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના સીમ વિસ્તારમાંથી હાઇ ટેન્શન લાઇન પસાર થઇ રહી હતી. જેના વળતરરૂપે ખેડૂતોને દર ચોરસ મીટર દીઠ 382 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ ખેડૂતો આ માંગ સ્વીકાર્ય નહોતી. જેેથી તેઓ આંદોલન પર ઉતર્યા હતા. ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવાનું કહેવામાં આવ્યું હતું પણ ખેડૂતો કહેતા હતા કે, જંત્રી 2011 પ્રમાણેની છે. હાલમાં 2026નું વર્ષ ચાલી રહ્યું છે. અમને નુકસાન થાય છે. અત્યારે એક વીઘો 15 થી 16 લાખ રૂપિયાનો થાય છે. જ્યારે સરકાર માત્ર 2 લાખ આપવાની વાત કરતી હતી. ખેડૂતોની માંગ માર્કેટની 4 ગણી કિંમત તથા મહિને 30 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવાની માંગ હતી.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ સમિતિના અધ્યક્ષ બદલાયા:મનપાએ 27 લાખના ભોજન ખર્ચના બિલ ચૂકવ્યાના વિવાદમાં હવે PGVCLના MD ઇન્કવાયરી કમિટીના હેડ
    Next Article
    સગીર ભાણી પર દુષ્કર્મ આચરનાર મામાને આજીવન કેદ:પીડિતા 21 અઠવાડિયાની ગર્ભવતી હતી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment