Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ સમિતિના અધ્યક્ષ બદલાયા:મનપાએ 27 લાખના ભોજન ખર્ચના બિલ ચૂકવ્યાના વિવાદમાં હવે PGVCLના MD ઇન્કવાયરી કમિટીના હેડ

    1 day ago

    રાજકોટ શહેરના વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં 15 મીટરના ટીપી રોડ અને નદી પટમાં 1500 જેટલા ગેરકાયદે બાંધકામોના કરવામાં આવેલા ડિમોલીશન બાદ રૂ.27 લાખથી વધુના ભોજન ખર્ચની દરખાસ્ત ભાજપ શાસકોએ ફગાવી દીધી. તપાસ સમિતિના અધ્યક્ષ મનપાના જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બનાવવામાં આવતા ભીનું સંકેલાઈ જશે એવી ચર્ચાઓ તે જ બની હતી પરંતુ, આ વચ્ચે કમિશનર તુષાર સુમેરાએ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે માટે આ સમિતિના અધ્યક્ષ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરના બદલે ઇન્ચાર્જ નાયબ કમિશનર અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને સમિતિના અધ્યક્ષ બનાવવા નિર્ણય લીધો છે. જેથી હવે કુલ 6 સભ્યો તપાસ કરશે. કમિટીનો રીપોર્ટ આવે એટલે આગળની કાર્યવાહી નક્કી કરાશે જંગલેશ્વર ડિમોલિશનના બિલના વિવાદ વચ્ચે તપાસ સમિતિ બનાવવામાં આવી ત્યારે બે મોટા ચાર્જ ધરાવતા સરકારના આઇએસ અધિકારીનું કામનું ભારણ જોતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને સમિતિ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે આજે કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતુ કે, આ વિવાદી ખર્ચની સ્વતંત્ર અને સંપૂર્ણ તટસ્થ તપાસ માટે પીજીવીસીએલના એમ.ડી. એવા ઇન્ચાર્જ નાયબ કમિશનર કેતન જોશીને તપાસ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. મનપા તંત્ર તપાસમાં જે કંઇ પણ બહાર આવે તેના પરથી જરૂર લાગ્યે કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે. કમિટીનો રીપોર્ટ આવે એટલે આગળની કાર્યવાહી નકકી કરવામાં આવશે. 4 દિવસ પહેલા મેયર ડો. નેહલ શુકલએ કમિશનરને પત્ર લખીને તટસ્થ તપાસ કરાવવા ભલામણ કરતા કમિશનર તુષાર સુમેરાએ તત્કાલ તપાસ કમીટીની રચના કરી હતી. ડિમોલીશન વખતે અનિવાર્ય રહેલા ખર્ચમાં પણ કોઇ પણ પ્રકારની અનિયમિતતા હોય તો તે અંગે પણ તપાસ રીપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેમ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ જાહેર કર્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે જંગલેશ્વર ડિમોલિશન સાથેના ભોજન, નાસ્તા, ફોટોગ્રાફી, પાણી સહિતના ખર્ચ બાબતે જે પ્રશ્ર્નો ઉભા થયા છે તેને સમગ્ર તંત્રએ ગંભીરતાથી લીધુ છે. આ બાબતમાં શાસકો કોઇ ઢીલ રાખવા માંગતા નથી અને તે કારણે જ સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે. આ કમીટી વિસ્તૃત રીપોર્ટ આપે એટલે જરૂર પડયે પગલા પણ લેવામાં આવશે. સમિતિ તપાસ અહેવાલ આપે તે બાદ સ્ટેન્ડિંગ કમીટી અંતિમ નિર્ણય લેશે. મેયરે તમામ બિલો, ખર્ચની પ્રક્રિયા, મંજૂરીની પદ્ધતિ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે વિગતવાર તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી અથવા નાણાકીય અનિયમિતતા સામે આવશે તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ કમિટીમાં હવે કેતન જોશીના અધ્યક્ષ સ્થાને અન્ય ડે.કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસી. કમિશનર ભરત કાથરોટીયા, ચીફ એકાઉન્ટન્ટ અમીત સવજીયાણી, ટેકનીકલ સીટી ઇજનેર પરેશ અઢીયા મળી કુલ 6 સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપ શાસકોએ વિવાદી ફૂડ બિલ ફગાવીને કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો બીજી તરફ રૂ.27 લાખના ભોજન ખર્ચના વિવાદના મુળમાં ટેન્ડર વગરના ખર્ચ હોય, હવેથી દરેક પ્રકારના રેટ કોન્ટ્રાકટ માટે દરેક શાખાના વર્તમાન રેટ કોન્ટ્રાકટનો રીવ્યુ કરવા અને મુદ્દત પૂર્ણ થઇ હોય તેમાં સત્વરે નવા ટેન્ડર બહાર પાડવાના વહીવટી સુધારા સાથેનો ઠરાવ કરીને કમિશનરને મોકલ્યો હતો. ખુબ ઉંચા ભાવ હોય તેવા ટેન્ડર રદ્દ કરવાના છે તો નવા ભાવો સ્પર્ધાત્મક આવે તે રીતના ટેન્ડર બનાવવા સૂચના આપવામાં આવી છે. આ રીતે ભાજપ શાસકોએ વિવાદી ફૂડ બીલ ફગાવીને કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો છે તો કમિશનરે તપાસ સમિતિ રચ્યા બાદ હવે આઇએએસ અધિકારી જ સમિતિના વડા રહે તેવો પ્રમાણીક અને પારદર્શક અભિગમ આજે જાહેર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    18 લાખ વૃક્ષોના રોપણથી ગાંધીનગર હરિયાળું બનશે:100 સ્થળો આઇડેન્ટીફાઇ કરાયા, 60 હજાર હરિભક્તો જોડાશે; હરિયાળી લોકસભા અભિયાન માટે તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ
    Next Article
    રાજ્યમાં વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવ કરતા બમણા ભાવ ચૂકવાશે , જંત્રી આધારિત વળતરનો અંત, સવાલ-જવાબમાં સમજો જાણવા માગો છો એ બધું જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment