Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 લાખ વૃક્ષોના રોપણથી ગાંધીનગર હરિયાળું બનશે:100 સ્થળો આઇડેન્ટીફાઇ કરાયા, 60 હજાર હરિભક્તો જોડાશે; હરિયાળી લોકસભા અભિયાન માટે તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ

    1 day ago

    દિન-પ્રતિદિન વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને શહેરીકરણના પડકારો સામે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં ‘હરિયાળી લોકસભા’ અભિયાનનો શંખનાદ ફૂંકાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આ ઐતિહાસિક વૃક્ષારોપણ અભિયાનમાં સમગ્ર મતક્ષેત્રમાં 18 લાખ વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અત્યારે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. પર્યાવરણને બચાવવાનું એક જન-આંદોલન આ મેગા વૃક્ષારોપણ અભિયાનની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કલેક્ટર રવીન્દ્ર ખતાલેએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તેમણે વડસર, ઉસ્માનાબાદ, ખાત્રજ, કારોલી અને દંતાલી સહિતના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ લેવલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વૃક્ષારોપણ માટે ફાળવવામાં આવેલી જમીન, ખાડા ખોદવાની કામગીરી અને છોડના ઉછેર માટેની આયોજનબદ્ધ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. સ્થાનિક અધિકારીઓ સાથેની બેઠકમાં કલેક્ટરએ સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્ય માત્ર સરકારી આયોજન નથી, પરંતુ પર્યાવરણને બચાવવાનું એક જન-આંદોલન છે. તેમણે વૃક્ષો વાવવાની સાથે તેના લાંબા ગાળાના જતન અને ઉછેર માટે વિશેષ પ્લાનિંગ કરવા તાકીદ કરી છે. એકસાથે 18 લાખથી વધુ વૃક્ષો વાવવાનો વિક્રમ સ્થાપિત કરાશે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આગામી 12 જુલાઈના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર એકસાથે 18 લાખથી વધુ વૃક્ષો વાવવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાનમાં શહેરી વિસ્તારોની સાથે સમાવિષ્ટ નવ ગામડાઓમાં ખાસ કરીને દેશી અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ મહાઅભિયાન માટે તંત્ર દ્વારા 100 જેટલા અલગ-અલગ સ્થળો આઈડેન્ટીફાઈ કરીને ત્યાં સફાઈ અને પાણી સહિતની તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. કાલુપુર મંદિરના 60 હજાર હરિભક્તો પણ સહભાગી બનશે વધુમાં તેમણે ઉમેર્યું કે, વૃક્ષારોપણના આ અભિયાનમાં લોકભાગીદારી પણ મોટા પાયે જોવા મળી રહી છે. પીપળજ ગામમાં એકસાથે છ લાખ વૃક્ષો વાવવામાં આવશે.જેની પૂર્વતૈયારી રૂપે આવતીકાલે નદી કિનારે આવેલી જમીનને મંત્રોચ્ચાર સાથે પવિત્ર કરવામાં આવશે. આ પુણ્ય કાર્યમાં કાલુપુર મંદિરના 60 હજાર હરિભક્તો પણ સહભાગી બનશે. તંત્ર અને જનતા એકજુટ થઈ પર્યાવરણ સુરક્ષાનો નવો કીર્તિમાન સ્થાપશે આ ઉપરાંત ઉનાવા ગામના એક સેવાભાવી દાતાએ આગામી પાંચ વર્ષ સુધી આ વૃક્ષોના જતન અને ઉછેરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના આ સંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર તંત્ર અને જનતા એકજુટ થઈ પર્યાવરણ સુરક્ષાનો નવો કીર્તિમાન સ્થાપિત કરવા માટે તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi on six-day tour of Indonesia, Australia, New Zealand from July 6
    Next Article
    જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ સમિતિના અધ્યક્ષ બદલાયા:મનપાએ 27 લાખના ભોજન ખર્ચના બિલ ચૂકવ્યાના વિવાદમાં હવે PGVCLના MD ઇન્કવાયરી કમિટીના હેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment