Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમ:કુલપતિ પ્રો. નિરંજન પટેલે પ્રેરણાદાયી સંબોધન કર્યું

    9 घंटे पहले

    આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના માનવ વિદ્યાભવન ખાતે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્નાતક કક્ષાના બેચલર ઓફ આર્ટસ (B.A.) અને બેચલર ઓફ કોમર્સ (B.Com) અભ્યાસક્રમના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટેનો અભિમુખતા (Orientation) કાર્યક્રમ આદિશંકરાચાર્ય સભાગૃહ ખાતે કુલપતિ પ્રો. નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓને કેમ્પસના વાતાવરણ, શૈક્ષણિક પદ્ધતિઓ અને વિવિધ વિદ્યાશાખાઓથી પરિચિત કરાવવાનો હતો. આ ઓરિએન્ટેશન કાર્યક્રમ અંતર્ગત આર્ટસ અને કોમર્સ પ્રવાહના વિવિધ મુખ્ય વિષયો જેવા કે સંસ્કૃત, મનોવિજ્ઞાન, ગુજરાતી, ઇતિહાસ, હિન્દી, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરીને અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં બી.એ. (B.A.) અભ્યાસક્રમના સંયોજક પ્રો. વસંત પટેલે તમામ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. સૂર્યકાંત પારેખે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ મહત્વના વિભાગો અને સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકાર આપતાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય એ માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવાનું કેન્દ્ર નથી, પરંતુ ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વ ઘડતરનું પણ કેન્દ્ર છે. તેમણે ઉમેર્યું કે ભાઈકાકા, ભિક્ષાભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો પર સ્થપાયેલી આ સંસ્થામાં પ્રવેશ મેળવવો એ દરેક વિદ્યાર્થીના જીવનનું એક મહત્વપૂર્ણ સોપાન છે. કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક યુગમાં આર્ટસ (B.A.) પ્રવાહના વિષયો માત્ર સાહિત્ય કે ઇતિહાસ પૂરતા સીમિત નથી, પરંતુ તે સમાજને ઊંડાણપૂર્વક સમજવામાં અને વહીવટી ક્ષમતા કેળવવામાં મદદરૂપ છે. સંસ્કૃતથી લઈને રાજ્યશાસ્ત્ર સુધીના તમામ વિષયો વિદ્યાર્થીઓમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ, માનવીય અભિગમ અને નૈતિક મૂલ્યો વિકસાવે છે. કુલપતિએ તમામ નવપ્રવેશિત વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે વિદ્યાર્થીઓ અહીંથી જ્ઞાન મેળવીને સમાજ અને દેશના ઉત્થાનમાં યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને બે મિત્રો સાથે છેતરપિંડી:એમ્બેસીના ખોટા એપોઇન્ટમેન્ટ અને સ્પોન્સર લેટર આપી ભોળવ્યો, એડવાન્સ પેટે 4 લાખ પડાવી લીધા
    Next Article
    ભરૂચ જેલમાં ડે કેર સેન્ટરનો પ્રારંભ:મહિલા કેદીઓના બાળકોને મળશે બાળમૈત્રીપૂર્ણ સંભાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment