Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જેલમાં ડે કેર સેન્ટરનો પ્રારંભ:મહિલા કેદીઓના બાળકોને મળશે બાળમૈત્રીપૂર્ણ સંભાળ

    8 hours ago

    ભરૂચ જિલ્લા જેલ પરિસરમાં ડે કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ ચેતના સંસ્થા, ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી આ સેન્ટર શરૂ કરાયું છે. તેનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલા કેદીઓના બાળકોને સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) પૂરું પાડવાનો છે. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ડે કેર સેન્ટરના બાળકો અને કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરાયેલી પેઇન્ટિંગ્સ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન તરીકે અર્પણ કરીને તેમનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધિજા ગુપ્તા (IAS) ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિઓમાં ચેતના સંસ્થાના ડાયરેક્ટર ડૉ. પુષ્પા જોશી, ICDS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત અને જિલ્લા જેલના અધિક્ષક એન.પી. રાઠોડનો સમાવેશ થાય છે. મહાનુભાવોએ તેમના સંબોધનમાં બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જેલમાં રહેતા બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસની સમાન તક મળવી જોઈએ. તેમણે ચેતના સંસ્થા, ICDS વિભાગ અને જિલ્લા જેલ વિભાગની આ સંવેદનશીલ અને સમાજલક્ષી પહેલને બિરદાવી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ કલેક્ટરના હસ્તે ડે કેર સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જેલમાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ચેતના સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ડે કેર સેન્ટર બાળકોને પ્રેમાળ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ બાળ અધિકારોના સંરક્ષણ અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસને પ્રોત્સાહન આપશે, જે અન્ય જેલો માટે પણ પ્રેરણારૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમ:કુલપતિ પ્રો. નિરંજન પટેલે પ્રેરણાદાયી સંબોધન કર્યું
    Next Article
    बिजनौर के खेड़की में फिल्म शोले की शूटिंग का सा मंज़र, प्यार में डूबा लड़का चढ़ा टावर पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment