Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રક અડફેટે બાઈક સવારનું મોત:માંગરોળમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ગંભીર અકસ્માત: હુસેનાબાદ નદી પાસે ટ્રકની અડફેટે બાઇકો ચકનાચૂર, એકનું મોત અને એક ઘાયલ

    13 hours ago

    ​માંગરોળ પંથકમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ અને અવિરત વરસાદ વચ્ચે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. માંગરોળના હુસેનાબાદ નદી નજીકથી પસાર થઈ રહેલા વાહનો કાળચક્રમાં હોમાયા હતા.ચોમાસાની આ ઋતુમાં રસ્તાઓ પર પાણી અને લપસણી સ્થિતિ વચ્ચે બેફામ ગતિએ આવી રહેલા એક ટ્રક ચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલા આ ભારે ટ્રકે રસ્તા પરથી પસાર થઈ રહેલી 2 થી 3 બાઇકોને જોરદાર અને કાળઝાળ ટક્કર મારી દીધી હતી, જેના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ​આ અકસ્માત એટલો ભયાનક અને પ્રચંડ હતો કે બાઇકોના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા અને તે સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં બાઇક સવાર શોક્ત હાસમ બુખારી નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે જ અન્ય બાઇક સવાર વાહીદ અનવર કાદરીને પણ શરીરે નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તેઓએ માનવતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ​સ્થાનિક લોકો દ્વારા આ અકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વાહીદ અનવર કાદરીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા સહિતની આગળની તજવીજ હાથ ધરી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવી વાહનવ્યવહાર પૂર્વવત રશ કર્યો હતો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા:પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા, તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન
    Next Article
    ભાવનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા:ભાવનગર જીલ્લા પંચાયતની જુદી જુદી 9 કમીટીઓને નામો જાહેર કરાયા, જોવો લિસ્ટ.....

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment