Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા:પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા, તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન

    17 hours ago

    રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને ATSની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા અને તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસીઓ હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો છે. આ 8 આતંકીની ધરપકડ, ATSની પૂછપરછ ચાલુ પકડાયેલા આતંકવાદીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણના હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસના DIG (ઓપરેશન) સુનિલ જોશી પ્રેસ સંબોધના કરતા કહ્યું કે, 2023થી 3.5 વર્ષમાં 11મો કેસ છે. કુલ 38 આરોપીઓ પકડ્યા છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈશ-એ મોહમદ સાથે કેટલાક લોકો સંકળાયેલા છે. અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી અને 8 લોકો સંકળાયેલા હોવાની જાણ થઈ હતી. જુદા જુદા સ્થળે આરોપીઓ ભાગાડ, સિદ્ધપુર અને નવસારી તેમજ મધ્યપ્રદેશ ખાતે હતા. જેના માટે ટીમ રવાના કરી હતી. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ માનતા હતા મોબાઇલ ફોનમાં ઘણું મળી આવ્યું હતું અને પાકિસ્તાનના હેન્ડલરના આદેશ માનતા હતા. બે આરોપીઓ પહેલા પકડવામાં આવ્યા અને બાદમાં 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ઘણું બધું સાહિત્ય મળી આવ્યું છે અને ફ્લેગ પણ મળી આવ્યા છે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હતા. ઘણા ટાસ્ક મળતાં હતા. એક ગાડી પણ અવરજવર કરવા માટે ખરીદી હતી. 3 લાખનું ફંડિંગ, મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા કોઈ ટાર્ગેટ હજી સુધી હોવાનું જાણવા મળ્યું નથી. એક મજબૂત નેટવર્ક ઊભું કરતા હતા. તેઓને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ કરીને કોઈ સાથે વાત કરતા હતા. વડોદરામાં કાશ્મીરથી આવેલા એક વ્યક્તિ સાથે મીટીંગ પણ કરી હતી. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા. મોબાઇલ ફોન, પત્રો, સાહિત્ય મળી આવ્યું છે. અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર આતંકીઓ પાસેથી મોબાઇલ ફોન, પત્રો સહિતનું સાહિત્ય મળી આવ્યું છે. મસૂદ અઝહરથી આતંકીઓ પ્રભાવિત હતા અને તેના ઘણા વીડિયો પણ આતંકીઓ જોતા હતા. કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરતા ન્હોતા અને જે જેહાદી પર વિશ્વાસ કરે છે તેના પર જ ભરોસો મૂકતા હતા.અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર કહી શકાય છે. ટેકનિકલ ડેટા અને પૂછપરછમાં રથયાત્રામાં કોઈ પ્રવૃતિ અને રેકી અંગે કોઈ માહિતી મળી નથી. તન્જીમ બનાવીને ગુજરાતમાં સભ્યોને જોડાવાનું કામ કરતા આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) માટે ગુજરાતમાં "દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ (JcM)” નામની તન્જીમ બનાવી હતી. જે તન્જીમમાં હાલમાં 8 સભ્યો જોડાયા હતા અને પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોને જોડાવવા આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા હતા. તેમજ આ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર અબદુલ્લાહ અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હતા અને જૈશ-એ-મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર કરી તેની વિચારધારાનો પ્રચાર-પ્રસાર થઈ શકે તેવી કામગીરી કરી રહ્યા હતાં. તેમજ જૈશ-એ-મોહમ્મદ વતી ગુજરાતમાં આંતકવાદી કૃત્ય પાર પાડવાના ષડયંત્રમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હતા. આ ષડયંત્રને પાર પાડવા માટે તેઓએ અંદાજે 3 લાખનું ફંડિંગ મેળવ્યું હતું, તેમાંથી એક જુની કાર ખરીદવામાં આવી હતી.જે હાલ સુધી પોતાના નામે કરાવી નથી. આતંકીઓ પાસેથી મળેલી પ્રતિબંધિત સામગ્રી આ પણ વાંચો 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા 21 એપ્રિલ 2026ના ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી હતી. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર) NIAએ 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો 6 મે 2026ના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) પાકિસ્તાનમાં 'ઓપરેશન ધુરંધર' ચાલુ:જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર ખતમ 30 એપ્રિલ 2026ના પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું. માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ 'ઓપરેશન ધુરંધર' ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 27 એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી 11 આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ:ભારતીય ધર્મગુરુઓએ શ્રદ્ધાંજલિ આપી, પાકિસ્તાની આર્મી ચીફ પણ તેહરાન પહોંચ્યા
    Next Article
    ટ્રક અડફેટે બાઈક સવારનું મોત:માંગરોળમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ગંભીર અકસ્માત: હુસેનાબાદ નદી પાસે ટ્રકની અડફેટે બાઇકો ચકનાચૂર, એકનું મોત અને એક ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment