Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પૂર્વે વડોદરા પોલીસ એક્શન મોડમાં:પોલીસ અધિકારીઓએ રથયાત્રાના પ્રારંભિક સ્થળ રેલવે સ્ટેશનથી રૂટનું નિરીક્ષણ શરૂ કર્યું, ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા

    1 day ago

    સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ ઉત્સવ શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ (ફૂટ પેટ્રોલિંગ) કરીને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રેલવે સ્ટેશનથી શરૂ થયું મેગા નિરીક્ષણ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના આગોતરા આયોજનના ભાગરૂપે રથયાત્રાના પ્રારંભિક સ્થળ એવા વડોદરા રેલવે સ્ટેશનથી નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી લઈને રથયાત્રા જે પરંપરાગત માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થવાની છે, તે તમામ સ્થળો પર પોલીસ કાફલો રૂબરૂ પહોંચ્યો હતો. અધિકારીઓએ પગપાળા (ફૂટ પેટ્રોલિંગ) તેમજ સરકારી વાહનો મારફતે રૂટનું નિરીક્ષણ કરી માર્ગોની ભૌગોલિક સ્થિતિ, સંભવિત ભીડ નિયંત્રણ (Crowd Control) અને ટ્રાફિક વ્યવસ્થાનો વાસ્તવિક તાગ મેળવ્યો હતો. ટોચના અધિકારીઓ રહ્યા હાજર સુરક્ષા આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાસ કે ક્ષતિ ન રહી જાય તે માટે વડોદરા પોલીસની આખી કોર-ટીમ મેદાનમાં ઉતરી હતી. આ નિરીક્ષણમાં જોઇન્ટ પોલીસ કમિશનર (JCP), શહેરના તમામ DCP અને ACP રથયાત્રાના રૂટમાં આવતા તમામ સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (P.I.) અધિકારીઓએ રૂટ પર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારો, સાંકડી ગલીઓ, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે તેવા ચોક તેમજ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વના એવા વ્યુહાત્મક પોઇન્ટ્સનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું. પોલીસ તંત્રનો ઉદ્દેશ્ય અને આગામી આયોજન વડોદરા પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવાનો, ટ્રાફિકનું અસરકારક નિયમન કરવાનો અને દર્શનાર્થે આવતા હજારો ભક્તો કોઈપણ ભય વગર શાંતિથી ભગવાનના દર્શન કરી શકે એવું વાતાવરણ પૂરું પાડવાનો છે. તે માટે તમામ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસના આ મેગા કાફલાને રસ્તા પર ઉતરેલો જોઈને રૂટ પર આવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં સુરક્ષાને લઈને ભારે વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ આખરી ઓપ આપવા માટે સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા સ્પેશિયલ સિક્યોરિટી રિહર્સલ (મોક ડ્રિલ) પણ યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ કોંગ્રેસમાં ભંગાણ પડી શકે:ચન્નીની મીટિંગમાં 50 નેતાઓ પહોંચ્યા, બોલ્યા- હાઈકમાન્ડ અધ્યક્ષ વડિંગને હટાવે; એક સાંસદ દિલ્હીમાં શાહને મળ્યા
    Next Article
    વ્યારા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી પડી:પ્રથમ વરસાદે જ વોર્ડ 1, 2, 7 જળબંબાકાર; રહીશોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment