Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી પડી:પ્રથમ વરસાદે જ વોર્ડ 1, 2, 7 જળબંબાકાર; રહીશોને હાલાકી

    1 day ago

    તાપી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી એલર્ટની ચેતવણી વચ્ચે વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ વ્યારા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોકળતા સામે આવી છે, જેમાં લાખોના ખર્ચે કરાયેલી કામગીરી માત્ર કાગળ પર રહી હોય તેમ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના વોર્ડ નંબર 1, 2 અને 7 સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર મુશ્કેલ બની છે. વોર્ડ નંબર 7માં આવેલી વૃંદાવનધામ સોસાયટી નજીક મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા. આ ઉપરાંત, શહેરના વ્યસ્ત કાનપુરા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા, જ્યાં પાલિકા તંત્ર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે. વોર્ડ નંબર 1માં મગન ડાહ્યાની ચાલ નજીક અને મગદુમ નગર વિસ્તારના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. તેવી જ રીતે, વોર્ડ નંબર 2માં આવેલા પવિત્ર જલારામબાપાના મંદિર નજીક પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલી પડી હતી. સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે, "પાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મોટો ખર્ચ બતાવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ જો આ જ સ્થિતિ થતી હોય, તો આગામી દિવસોમાં મુશ્કેલી હજુ વધશે." તાપી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જો નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હાલ પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક જનતા ભારે હાલાકી ભોગવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા પૂર્વે વડોદરા પોલીસ એક્શન મોડમાં:પોલીસ અધિકારીઓએ રથયાત્રાના પ્રારંભિક સ્થળ રેલવે સ્ટેશનથી રૂટનું નિરીક્ષણ શરૂ કર્યું, ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા
    Next Article
    દાહોદ DDOએ પોષણ અભિયાનની આકરી સમીક્ષા કરી:ડેટા એન્ટ્રી, THR વિતરણમાં બેદરકારી સામે કાર્યવાહીના નિર્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment