Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ DDOએ પોષણ અભિયાનની આકરી સમીક્ષા કરી:ડેટા એન્ટ્રી, THR વિતરણમાં બેદરકારી સામે કાર્યવાહીના નિર્દેશ

    1 day ago

    દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષસ્થાને સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલતી પોષણ યોજનાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. DDOએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જુલાઈ માસમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન મારફતે 100% THR વિતરણ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા પૂર્ણ કરવું અનિવાર્ય છે. કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. બેઠક દરમિયાન વિવિધ એપ્લિકેશનના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રની એપ્લિકેશનમાં લાભાર્થીઓની દૈનિક હાજરી 100% નોંધાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પોષણ સંગમ એપ્લિકેશનમાં વેસ્ટેડ અને અન્ડરવેઈટ બાળકોનું સઘન ટ્રેકિંગ કરી તેમનું સાચું વજન અને ઊંચાઈ અપડેટ કરવા આદેશ અપાયો હતો. સુપોષિત દાહોદ પોર્ટલ અને એપ્લિકેશનમાં દૈનિક ડેટા એન્ટ્રીની ગુણવત્તા જાળવવા અને તેના સતત મોનિટરિંગ માટે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડી વિઝિટ ટેકનિક (AVT) હેઠળ કરવામાં આવતી મુલાકાતોની ગુણવત્તા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. જે કેન્દ્રોની કામગીરી નબળી જણાય, ત્યાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર અને તેડાગર સામે 25/11/2019ના પરિપત્ર મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. પૂર્ણા પોર્ટલ પર પોષણ ટ્રેકરના ડેટા મુજબ બાકી રહી ગયેલી તમામ કિશોરીઓની એન્ટ્રી તાત્કાલિક પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોષી દ્વારા તમામ સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓ અને મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહી હતી. વહીવટી તંત્ર દ્વારા પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવેલી આ સમીક્ષાથી આંગણવાડી સ્તરની કામગીરીમાં વેગ આવવાની અપેક્ષા છે. જિલ્લામાં પોષણક્ષમ વાતાવરણ અને બાળકો તથા કિશોરીઓના સ્વાસ્થ્યના સુધારા માટે ડેટાની પારદર્શિતા અને સચોટતા પર વહીવટી તંત્રનું વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી પડી:પ્રથમ વરસાદે જ વોર્ડ 1, 2, 7 જળબંબાકાર; રહીશોને હાલાકી
    Next Article
    ‘બાબા બર્ફાની’ના 5.5 ફૂટના દિવ્ય હિમલિંગના દર્શન:‘બમ બમ ભોલે’ના નાદ સાથે આજથી અમરનાથયાત્રાનો પ્રારંભ, ગુજરાતીઓ સહિત 5 હજાર ભક્તોએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment