Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘બાબા બર્ફાની’ના 5.5 ફૂટના દિવ્ય હિમલિંગના દર્શન:‘બમ બમ ભોલે’ના નાદ સાથે આજથી અમરનાથયાત્રાનો પ્રારંભ, ગુજરાતીઓ સહિત 5 હજાર ભક્તોએ દર્શન કર્યા

    एक दिन पहले

    "બમ બમ ભોલે" અને "હર હર મહાદેવ"ના નાદ સાથે પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. યાત્રાના પ્રથમ દિવસે જ બાલતાલ અને પહેલગામ રૂટ પરથી નીકળેલા હજારો ભક્તો પવિત્ર ગુફાએ પહોંચ્યા હતા. ત્યારે દિવ્યભાસ્કર પર જુઓ‘બાબા બર્ફાની’ના 5.5 ફૂટ ઊંચા દિવ્ય હિમલિંગની પ્રથમ ઝલક. ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે દેશભરમાંથી 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતના યાત્રિકો પણ મોટી સંખ્યામાં સામેલ છે. ત્યારે આમાં દિવ્યભાસ્કરના રિપોર્ટર પણ પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગ્રાઉન્ડ ઝીરોથી હિરેન હિરપરાએ દર્શન સાથે પવિત્ર યાત્રાના મનમોહક દૃશ્યો કંડાર્યા હતા. આજે પ્રથમ દિવસે 5 હજાર દર્શાનાર્થી દર્શન કર્યા છે. બમ બમ ભોલેના ગગનચૂંબી નાદ પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન ગુફા તરફ જતો સમગ્ર માર્ગ "બમ બમ ભોલે" અને "હર હર મહાદેવ"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યો હતો. મનમોહક વાતાવરણ વચ્ચે અંધારામાં ટૂકડી રવાના થઈ હતી. જે શ્રદ્ધાળુઓ રૂબરૂ આવી શક્યા નથી, તેઓ ઘરબેઠા આ અદભુત નજારાના દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત થ્રી-લેયર સુરક્ષા યાત્રિકોની સુરક્ષા માટે સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. CRPF, BSF, ITBP અને ભારતીય સેનાના જવાનો મુસાફરોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત છે. રસ્તાઓ કરાયા પહોળા દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગુફા તરફ જતા ટ્રેકિંગ રૂટને વધુ પહોળો કરવામાં આવ્યો છે. જેને કારણે શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બની છે અને મુસાફરીમાં મોટી રાહત મળી છે. આરોગ્ય અને ભોજનની ઉત્તમ સુવિધા યાત્રિકોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ ન પડે તે માટે દર 2 કિલોમીટરે મેડિકલ કેમ્પ ઊભા કરાયા છે. આ ઉપરાંત, ભક્તો માટે દર 3 કિલોમીટરે ભંડારા (અન્નક્ષેત્ર) કાર્યરત કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસનો આંકડો યાત્રાના પ્રથમ દિવસે જ અંદાજે 5,000 જેટલા શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દરબારમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. કાશ્મીરના બરફાચ્છાદિત પહાડો વચ્ચે બાબાનો આ અદભુત નજારો ભક્તો માટે અવિસ્મરણીય બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ DDOએ પોષણ અભિયાનની આકરી સમીક્ષા કરી:ડેટા એન્ટ્રી, THR વિતરણમાં બેદરકારી સામે કાર્યવાહીના નિર્દેશ
    Next Article
    આંતરરાજ્ય ગેંગના બે સભ્યો ઝડપાયા:સોલર પ્લાન્ટ-પવનચક્કીના કેબલ ચોરીનો પર્દાફાશ, LCBની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment