Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડરની આરોપી પ્રેમિકાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી:સુરેન્દ્રનગરની યુવતીની સગાઈ થતા પ્રેમી સાથે સંબંધ તોડ્યો, પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચેલા રૂપિયા પરત માંગતા ભાઈ સાથે મળીને હત્યા કરી

    3 days ago

    સુરેન્દ્રનગરના નાની મોલડી પોલીસ મથકે વર્ષ 2024માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે ચોટીલાની 20 વર્ષીય આરોપી ધારા ગોસ્વામીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી નાખી છે. 'પૈસાની લેતી દેતી બાબતે હત્યા થઈ,કોઈ પુરાવા રજૂ કરાયા નથી' અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તે ઘટના સ્થળે હાજર નહોતી. આ હત્યા પૈસાની લેતી દેતી બાબતે થઈ હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ તેના કોઈ પુરાવા રજૂ કરાયા નથી. હથિયાર ઉપર કોઈ બ્લડ સેમ્પલ મળી આવ્યા નથી. સહ આરોપી યુવતીની માતાને વર્ષ જુલાઈ 2025માં હાઇકોર્ટે જામીન આપ્યા છે, તેની સમાનતાનો લાભ અરજદારને અપાય. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. ત્યારે આરોપીને જામીન આપવા જોઈએ. 'હત્યા કરીને મૃતકની લાશને કુવામાં ફેંકી દેવામાં આવી' જોકે હાઇકોર્ટે અરજદારની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, CCTV મુજબ હત્યા પહેલા આરોપી મૃતક સાથે જોવા મળી હતી. મૃતકનો મોબાઈલ વેચવા તેને પ્રયત્ન કર્યો હતો. હત્યા કરીને મૃતકની લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. ચાર્જશીટ થવા માત્રથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી. ટ્રાયલ કોર્ટે 29 પૈકી 19 સાક્ષીઓ તપાસી લીધા છે. જ્યારે 10 સાક્ષીઓ તપાસવાના બાકી છે, જેથી ટ્રાયલને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. પ્રેમીએ પ્રેમિકા પાછળ કરેલા ખર્ચાઓ પરત માંગ્યા ને મર્ડર કર્યું આ કેસની વિગત જોતા આરોપી ધારા ગોસ્વામી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતા. ધારાનો તમામ ખર્ચ તેનો પ્રેમી આપતો હતો. જેમાં આરોપી ધારાની સગાઈ થઈ જતા તેને પ્રેમી સાથે સંબંધો ઓછા કરી નાખ્યા હતા. આથી પ્રેમીએ ધારા પાછળ કરેલા ખર્ચાઓ પરત માંગ્યા હતા. આથી ધારાએ તેની માતા અને બે સગીર ભાઈઓ સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. લોખંડની પાઇપ વડે પ્રેમીના માથામાં માર માર્યો હતો પ્લાન મુજબ ધારાએ પોતાના પ્રેમીને મળવા બોલાવ્યો હતો. બંને બાઈક ઉપર એક જગ્યાએ ગયા હતા. જ્યાં પહેલેથી ધારાના બંને સગીર ભાઈઓ લોખંડની પાઇપ સાથે હાજર હતા. ધારાએ પ્રેમીને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો ત્યારે બંને સગીર ભાઈઓએ લોખંડની પાઇપ વડે પ્રેમીના માથામાં માર માર્યો હતો. ત્યારબાદ લાશને કુવામાં ફેંકી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર:ઘરો-દુકાનોમાં પાણી ભરાયા, 44 ગામને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ; તાપીમાં ખેતરની પાળ તોડતી વખતે પાણીમાં તણાતા બેના મોત
    Next Article
    સાણંદથી સેમિકન્ડક્ટર ક્રાંતિનો નવો અધ્યાય:PM મોદી આવતીકાલે ત્રીજા પ્લાન્ટનું કરશે લોકાર્પણ, ગુજરાતમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ₹1.70 લાખ કરોડના રોકાણના MOU

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment