Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદથી સેમિકન્ડક્ટર ક્રાંતિનો નવો અધ્યાય:PM મોદી આવતીકાલે ત્રીજા પ્લાન્ટનું કરશે લોકાર્પણ, ગુજરાતમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ₹1.70 લાખ કરોડના રોકાણના MOU

    3 days ago

    ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને નવી ગતિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાણંદ ખાતે મેગા OSAT (Outsourced Semiconductor Assembly and Test) ફેસિલિટી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સાથે દેશમાં સ્થાપિત થનારો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત બનશે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે. અત્યાર સુધીમાં ₹1.70 લાખ કરોડના રોકાણ માટે MOU કર્યા મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સમયમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત થશે. રાજ્યએ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યાર સુધીમાં ₹1.70 લાખ કરોડના રોકાણ માટે MOU કર્યા છે, જે દેશના ઇલેક્ટ્રોનિક્સ અને ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જશે. તેમણે દાવો કર્યો કે આ રોકાણોથી ગુજરાત દેશનું સૌથી મોટું સેમિકન્ડક્ટર હબ બનીને ઉભરશે. વૈશ્વિક રોકાણકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સના કારણે હજારો યુવક-યુવતીઓ માટે સીધી અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ રાજ્યમાં કુશળ માનવબળ, આધુનિક ટેક્નોલોજી અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગનું મજબૂત ઇકોસિસ્ટમ વિકસશે. ગુજરાત ટેક્નોલોજી આધારિત ઔદ્યોગિક વિકાસમાં દેશને નવી લીડરશિપ આપશે અને વૈશ્વિક રોકાણકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. મંત્રીએ વધુમાં કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થઈ રહેલા આ વિકાસથી ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન મળશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ વેગ મળશે. સાણંદ સેમિકન્ડક્ટર ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનીને ભારતને વૈશ્વિક ચિપ ઉત્પાદન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે.
    Click here to Read More
    Previous Article
    મર્ડરની આરોપી પ્રેમિકાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી:સુરેન્દ્રનગરની યુવતીની સગાઈ થતા પ્રેમી સાથે સંબંધ તોડ્યો, પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચેલા રૂપિયા પરત માંગતા ભાઈ સાથે મળીને હત્યા કરી
    Next Article
    ભાવનગર યુનિવર્સિટીમાં રેગિંગના આરોપીની સજા માફી મામલે વિરોધ:NSUI અને યુવા કોંગ્રેસે કુલપતિના ‘ઈમાનનું બેસણું’ રાખ્યું, શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખની આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment