Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકુંજ સોલંકી અમરેલી NSUI પ્રમુખ બન્યા:કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા વરણી, આગેવાનોએ આવકારી

    12 hours ago

    અમરેલી જિલ્લામાં NSUIના પ્રમુખ તરીકે નિકુંજ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની સૂચના અને NSUIના રાષ્ટ્રીય નેતૃત્વની મંજૂરીથી આ વરણી થઈ છે. આ નિમણૂક રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાના રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો આનો મુખ્ય હેતુ છે. નિકુંજ સોલંકી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં લોકપ્રિય યુવા નેતા છે. તેમની વરણીથી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓના પ્રશ્નોને વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે અને NSUI વિદ્યાર્થીઓના હક્ક માટે સક્રિયતાથી કાર્ય કરશે તેવી અપેક્ષા છે. આ નિમણૂકને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આવકારી છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, વીરજી ઠુંમર, જેનીબેન ઠુંમર, ઠાકરશી મેતલિયા, ધીરુ દૂધવાળા, ટીકુ વરુ, મુજફર હુસન સૈયદ, રફિક મોગલ, સંદીપ ધાનાણી, મનીષ ભંડેરી, સંદીપ પંડ્યા, જીતુ વાળા, નરેશ અધ્યારુ, ચંદ્રેશ રવાણી, હસુ સુસક અને વલ્લભ ઝીંઝવાડીયાનો સમાવેશ થાય છે. પોતાની નિમણૂક બાદ અમરેલી જિલ્લા NSUI પ્રમુખ નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા NSUIનું સંગઠન વધુ મજબૂત બનશે. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેમના હક્ક માટે અસરકારક લડત લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવાનોને સંગઠિત કરીને કોંગ્રેસના સંગઠનને ગામે-ગામ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કિન્નર અઘોરીએ સળગતી ચિતામાંથી માંસ કાઢીને ખાધું:ઉજ્જૈનની કાળી ઉર્ફે નંદ ગિરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું; નારાજ સંતો બોલ્યા-પોલીસ FIR કરે
    Next Article
    નંદાણામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment