Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર:ઘરો-દુકાનોમાં પાણી ભરાયા, 44 ગામને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ; તાપીમાં ખેતરની પાળ તોડતી વખતે પાણીમાં તણાતા બેના મોત

    3 days ago

    ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ તાપીના વાલોડમાં ખેતરની પાળ તોડતી વખતે નાળાના ધસમસતા પાણીમાં 2 લોકો તણાયા હતા. જેથી તેઓના મોત થયા છે. વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓમાં એક દિવસની રજા જાહેર આ ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ગઈકાલે સાંજે એક ભેંસનું વીજળી પડવાથી અથવા અન્ય કારણોસર મોત નીપજ્યું હતું. વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર હકુભા ફાકલોતકર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મુશળધાર વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. આગોતરા પગલાં રૂપે NDRFની એક ટીમને વલસાડ ખાતે અને SDRFની એક ટીમને વાપી ખાતે તહેનાત કરવામાં આવી છે. છીપવાડ દાણા બજારમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા ભારે વરસાદના પગલે વલસાડ શહેરના છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક વેપારીઓએ વલસાડ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. છીપવાડમાં કમર અને ગોઠણ સુધીના પાણી ભરાયા છીપવાડના સ્થાનિક જય મિસ્ત્રીએ જણાવ્યું કે સવારથી વરસાદ પડી રહ્યો છે અને છીપવાડ આખામાં કમર સુધીનું પાણીથી ભરાઈ ગયું છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. નોકરિયાત લોકો કામ-ધંધે જઈ નથી શક્યા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી. વલસાડ નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કરી જ નથી. સરખી રીતે કામ કરીને આ સમસ્યાનું નિવારણ લાવો. છીપવાડના પ્રણામી સ્ટ્રીટમાં રહેતા પ્રિયંકાબેન ભાવસરે કહ્યું કે અહીં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો સાથે વેપારીઓ, શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. 44 જેટલા ગામોને જોડતો છીપવાડ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ વલસાડ તાલુકામાં પડેલા ભારે વરસાદને લઈને હાલ અત્યારે છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જેને લઈને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે છીપવાડ રેલવે અંડરપાસના આ સીધા દ્રશ્યો છે. આ છીપવાડ રેલવે અંડરપાસ વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલા 44 જેટલા ગામોને જોડતો મુખ્ય રેલવે અંડરપાસ છે. આ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આપણે એક વાહનચાલક પાસેથી જાણીએ કઈ રીતની હાલાકી પડી રહી છે. 29 તાલુકાઓમાં સવારના બે કલાકમાં જ વરસાદ ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં 3.11 ઈંચ અને નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 29 તાલુકાઓમાં સવારના બે કલાકમાં જ વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. આ 6 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આજે જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે આ આગાહી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ત્રણ કલાક માટેની છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ આજે સવારના કલાકોમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું આ તરફ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 જુલાઈ, 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. તાપીના વાલોડમાં ખેતરની પાળ તોડતી વખતે બે શ્રમિકોના મોત તાપી જિલ્લાના વાલોડ ગામમાં ચોમાસાના પ્રારંભે જ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા ગયેલા ડોડકિયા ફળિયાના બે શ્રમિક યુવકો અચાનક નજીકના નાળાના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડૂબી જવાથી બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખેતરની પાળ તોડતી વખતે પગ લપસ્યો સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, વાલોડ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લીધે ગામના એક ખેતરમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. આ પાણીનો નિકાલ કરવા માટે ડોડકિયા ફળિયાના બે શ્રમિકો ખેતરની માટીની પાળ તોડવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં અથવા તો પાણીના વહેણના જોરદાર ધક્કાને કારણે બંને શ્રમિકો ખેતરની બાજુમાંથી જ પસાર થતા માયનોર નાળાના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. ચોમાસાના પૂરના કારણે નાળામાં પાણીનો પ્રવાહ એટલો બધો તીવ્ર હતો કે બંને યુવકોને પોતાની જાતને સંભાળવાની સહેજ પણ તક મળી ન હતી. તેઓ જોતજોતામાં પાણીના જોરદાર વહેણમાં ખેંચાઈ ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શ્વાસ રૂંધાવાથી બંને શ્રમિકો કાળનો કોળિયો બની ગયા હતા. ( આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) આ પણ વાંચો : નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ:ઘરોમાં કમર સુધીના પાણી, જુઓ રાજ્યમાં વરસાદની સ્થિતિનું લાઈવ અપડેટ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે. રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવાની ફરજ પડી હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) કડીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાતથી સવાર સુધીમાં 9 ઈંચ વરસાદ:સોસાયટીઓમાં પાણી ભરાયા, ત્રણેય અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બન્યા છેલ્લા ઘણા દિવસોથી વિરામ લીધા બાદ ગુરુવારે સાંજથી કડી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મધરાત્રે લગભગ 2 વાગ્યે પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાતથી લઈને સવાર સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર જળબંબોળ બની ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે કડી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો કે નગરપાલિકા પ્રમુખે દોષનો ટોપલો નગરજનો પર નાખતા કહ્યું કે લોકોની બેદરકારીથી પાણી ભરાયા છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઇરાનને ઇઝરાયલી ષડયંત્રની ચેતવણી આપી હોવાનો અહેવાલ:વાતચીતમાં સામેલ અરાઘચી અને ગાલિબાફની હત્યા કરી શકતું હતું ઇઝરાયલ
    Next Article
    મર્ડરની આરોપી પ્રેમિકાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી:સુરેન્દ્રનગરની યુવતીની સગાઈ થતા પ્રેમી સાથે સંબંધ તોડ્યો, પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચેલા રૂપિયા પરત માંગતા ભાઈ સાથે મળીને હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment