Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઇરાનને ઇઝરાયલી ષડયંત્રની ચેતવણી આપી હોવાનો અહેવાલ:વાતચીતમાં સામેલ અરાઘચી અને ગાલિબાફની હત્યા કરી શકતું હતું ઇઝરાયલ

    3 days ago

    અમેરિકા અને ઇરાન વચ્ચે એપ્રિલમાં શરૂ થયેલી વાતચીત દરમિયાન અમેરિકાને ડર હતો કે ઇઝરાયલ, ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફને નિશાન બનાવી શકે છે. આ જ કારણે અમેરિકાએ મિડલ-ઇસ્ટના કેટલાક સહયોગી દેશો મારફતે તેહરાનને સતર્ક રહેવાનો મેસેજ મોકલ્યો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અમેરિકાને ડર હતો કે જો બંને વાર્તાકારોની હત્યા થશે તો યુદ્ધવિરામ અને શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જશે. તે સમયે ટ્રમ્પ વહીવટીતંત્ર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં યોજાનારી એક બેઠક પહેલા પણ ઇરાન પર હુમલાનો ખતરો હતો. આ જ કારણે પાકિસ્તાને ઇરાની પ્રતિનિધિમંડળના વિમાનને ફાઇટર જેટની સુરક્ષા વચ્ચે ઇસ્લામાબાદ સુધી પહોંચાડ્યું હતું. પરત ફરતી વખતે પણ સુરક્ષા એલર્ટ મળતા વિમાનનું મશહદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ડેલિગેશન રોડ માર્ગે તેહરાન પહોંચ્યું હતું. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. અમેરિકા-ઈરાન વચ્ચે આગામી વાટાઘાટો ખામેનીના અંતિમ સંસ્કાર પછી: દોહામાં થયેલી વાતચીત બાદ કતરે જણાવ્યું કે બંને પક્ષો પૂર્વ સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર પછી જલ્દી આગામી તબક્કાની વાટાઘાટો કરશે. 2. UN પહોંચ્યો ઈરાન-ઈઝરાયલ વિવાદ: ઈરાને ઈઝરાયલ પર સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને ધમકી આપવાનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી. 3. ઈરાન હાઈ એલર્ટ પર, 2 કરોડ લોકો પહોંચવાનો દાવો: ઈરાને ખામેનીના અંતિમ સંસ્કાર પહેલા સેનાની તૈનાતી વધારી. કાર્યક્રમમાં 30 દેશોના પ્રતિનિધિઓ અને લગભગ 2 કરોડ લોકો સામેલ થશે. 4. હોર્મુઝ પર ઈરાનની અમેરિકાને ચેતવણી: ઈરાને કહ્યું છે કે હોર્મુઝ અમારો વિસ્તાર છે, અમેરિકી દખલગીરી સહન નહીં કરીએ. તમામ જહાજોને નિર્ધારિત દરિયાઈ માર્ગ અપનાવવા જણાવ્યું. 5. ઈરાને IAEAને પરમાણુ ઠેકાણાઓની તપાસ કરતા રોક્યા: ઈરાને કહ્યું છે કે ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સાઇટ્સ પર IAEAના નિરીક્ષકોને પ્રવેશ મળશે નહીં. ઈરાન પીસ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાનો કેપ વર્ડે સામે મુકાબલો:FIFA વર્લ્ડ કપમાં 6 ગોલ કરી ચૂક્યો છે; આજ રાત્રે ઓસ્ટ્રેલિયા vs ઇજિપ્તની મેચ
    Next Article
    વલસાડ બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર:ઘરો-દુકાનોમાં પાણી ભરાયા, 44 ગામને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ; તાપીમાં ખેતરની પાળ તોડતી વખતે પાણીમાં તણાતા બેના મોત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment