Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના વાલોડમાં ખેતરની પાળ તોડતી વખતે બે શ્રમિકોના મોત:નાળાના ધસમસતા પાણીમાં તણાયા; તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

    1 day ago

    તાપી જિલ્લાના વાલોડ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ભારે વરસાદને કારણે ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા ગયેલા બે શ્રમિકો નાળાના ધસમસતા પાણીમાં તણાઈ જતાં તેમના મોત થયા હતા. આ ઘટના વાલોડ ગામના ડોડકિયા ફળિયામાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વાલોડ ગામના એક ખેતરમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. આ પાણીનો નિકાલ કરવા માટે ડોડકિયા ફળિયાના બે શ્રમિકો ખેતરની પાળ તોડવાનું કામ કરી રહ્યા હતા. પાળ તોડતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના જોરદાર પ્રવાહના કારણે બંને શ્રમિકો નજીકમાંથી પસાર થતા માયનોર નાળાના પાણીમાં ખાબક્યા હતા. નાળામાં પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે બંને યુવકોને સંભાળવાનો મોકો મળ્યો ન હતો અને તેઓ જોતજોતામાં પાણીમાં તણાઈ ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી બંનેના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી ભારે જહેમત બાદ નાળાના પાણીમાંથી બંને શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કમલેશભાઈ ખંડુભાઈ ચૌધરી (ઉંમર આશરે ૩૫ વર્ષ) અને નિતેશભાઈ દિલીપભાઈ ચૌધરી (ઉંમર આશરે ૩૫ વર્ષ) તરીકે થઈ છે. બંને યુવકો વાલોડના ડોડકિયા ફળિયાના રહેવાસી હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું:હવામાન વિભાગની ચેતવણી બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડનો નિર્ણય
    Next Article
    ગુજરાત યુનિ.ની 20 હજાર બેઠકો ખાલી રહેવાની ભીતિ:GCAS અને પ્રાઇવેટ યુનિવર્સિટીના કારણે વિદ્યાર્થીઓ ઓછો રસ દાખવતા હોવાનો દાવો, ખાલી બેઠકો ભરવા કોલેજો મેરિટ યાદી જાહેર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment