Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું:હવામાન વિભાગની ચેતવણી બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડનો નિર્ણય

    1 day ago

    પોરબંદર બંદર પર સ્થાનિક સાવચેતીના ભાગરૂપે લોકલ કોશનરી સિગ્નલ - 3 (LCS- III) લગાવી દેવામાં આવ્યું છે. હવામાનમાં થયેલા ફેરફારો અને ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) તરફથી મળેલી સૂચના બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તમામ સંબંધિત સત્તાધિકારીઓ અને બંદરનો ઉપયોગ કરનારાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 3 જુલાઈ, 2026 ના રોજ બપોરે 13:00 કલાકે હવામાન વિભાગ તરફથી પોર્ટ વોર્નિંગ મેસેજ પ્રાપ્ત થયો હતો. આ ચેતવણીના પગલે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ કાર્યરત રહેશે. આ નિર્ણય અંગે પોરબંદરના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), પોલીસ અધિક્ષક (SP), કસ્ટમ્સ સુપ્રિટેન્ડન્ટ, કોસ્ટ ગાર્ડના ડીઆઈજી, નેવલ ઓફિસર ઇન ચાર્જ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત, પોરબંદર માછીમાર બોટ એસોસિએશન અને સમસ્ત ખારવા સમાજ પોરબંદરના પ્રમુખ તેમજ તમામ પોર્ટ યુઝર્સને પણ આ અંગે તાકીદ કરીને દરિયામાં સુરક્ષા જાળવી રાખવા સૂચનાઓ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં પુરપાટ ઝડપે કારે મા-દીકરાને ઉડાવ્યા:અકસ્માતમાં મહિલાનું મોત, ઘરની બહાર ખાટલા પર પુત્ર સૂતો હતો; માતા બેઠી હતી
    Next Article
    તાપીના વાલોડમાં ખેતરની પાળ તોડતી વખતે બે શ્રમિકોના મોત:નાળાના ધસમસતા પાણીમાં તણાયા; તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment