Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં પુરપાટ ઝડપે કારે મા-દીકરાને ઉડાવ્યા:અકસ્માતમાં મહિલાનું મોત, ઘરની બહાર ખાટલા પર પુત્ર સૂતો હતો; માતા બેઠી હતી

    1 day ago

    રાજસ્થાનમાં પુરપાટ ઝડપે એક કારે ઘરની બહાર ખાટલા પર બેઠેલી માતા અને સૂતેલા પુત્રને ઉડાવ્યા હતા. અકસ્માતમાં માતાનું મૃત્યુ થયું છે જ્યારે પુત્ર ઘાયલ છે. આ અકસ્માત ભરતપુરના સિકરીના નગર રોડ પર 1 જુલાઈએ સવારે લગભગ પોણા સાત વાગ્યે થયો હતો. હવે આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે કાર સીધી આવતા-આવતા અચાનક રસ્તાની બાજુમાં ઉતરી ગઈ અને પુરપાટ ઝડપે બંનેને ટક્કર મારીને ઘરની સામે જઈને અટકી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા. કારને ઉંચી કરીને બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે ઘાયલ પુત્રને હોસ્પિટલ લઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ કારમાં સવાર બે લોકોને પકડીને માર માર્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર જપ્ત કરી હતી. હવે જુઓ, અકસ્માતની PHOTOS… કાર પૂરપાટ ઝડપે હતી માહિતી અનુસાર- નગર રોડ પેટ્રોલ પંપ પાસે ગાડીયા લુહાર પરિવારના રાજેશ (30) ખાટલા પર સૂઈ રહ્યા હતા. બાજુમાં બીજા ખાટલા પર તેમની માતા મહમૂ (60) બેઠા હતા. નગર રોડ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી. મહમૂનું મૃત્યુ થયું, જ્યારે રાજેશ ઘાયલ થયો હતો. કારમાં બે લોકો સવાર હતા. મહિલાના પરિવારજનો અને અન્ય લોકોએ સૌથી પહેલા કારમાં પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારીને માર માર્યો. ત્યારબાદ ડ્રાઈવરને બહાર કાઢીને માર માર્યો. માહિતી મળતા સિકરી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલ રાજેશને સ્થાનિક હોસ્પિટલ લઈ ગઈ. પ્રાથમિક સારવાર બાદ તેને અલવર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો, ત્યાંથી તેને જયપુર રિફર કરવામાં આવ્યો. પોલીસે કહ્યું- તપાસ કરી રહ્યા છીએ, કડક કાર્યવાહી કરીશું મહમૂ (મૃતક)ની પુત્રી મંજુએ જણાવ્યું કે પોલીસે કારના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ઘાયલ ભાઈની હાલત હજુ ગંભીર છે. તે જયપુરમાં હોસ્પિટલમાં દાખલ છે. પોલીસનું કહેવું છે કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજને પણ કેસ ડાયરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Why Vitamin C and immunity boosters are not what you need: Liver Doc explains
    Next Article
    પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું:હવામાન વિભાગની ચેતવણી બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડનો નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment