Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ની 20 હજાર બેઠકો ખાલી રહેવાની ભીતિ:GCAS અને પ્રાઇવેટ યુનિવર્સિટીના કારણે વિદ્યાર્થીઓ ઓછો રસ દાખવતા હોવાનો દાવો, ખાલી બેઠકો ભરવા કોલેજો મેરિટ યાદી જાહેર કરશે

    2 days ago

    GCASએ ચાર રાઉન્ડ બાદ હવે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દીધી છે. સરકારી યુનિવર્સિટીઓમાં 50થી 60 ટકા બેઠકો ખાલી રહેતા હવે જે તે યુનિવર્સિટીને તેમણે રીતે પ્રવેશ પ્રક્રિયા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેથી હવે 6 જુલાઈથી સંલગ્ન યુનિવર્સિટીઓમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, ચોથા રાઉન્ડ બાદ GCAS એક અઠવાડિયું કોઈ પ્રક્રિયા જ કરી નહતી. GCASની જટિલ પ્રક્રિયાને કારણે સરકારી યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ મળ્યા જ નહીં. ગુજરાત યુનિવર્સિટીમાં 64 હજાર બેઠકો સામે માત્ર 27 હજાર ભરાઈ હતી. જેથી, હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 15 જુલાઇ સુધી કોલેજોમાં ઓફલાઇન પ્રક્રિયા ચલાવી તમામ બેઠકો ભરાઈ જાય એવું આયોજન કરવામાં આવ્યું છે. હવે સરકારી યુનિવર્સિટીઓમાં બેઠકો યુનિવર્સિટીઓએ તેમની રીતે ભરવા માટે સૂચના અપાઈ GCAS પોર્ટલના કારણે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. જોકે, આ વખતે દવાઓ કરવામાં આવતા હતા કે ચાર રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. જે માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેનો ચોથો રાઉન્ડ 29 જૂન સુધી ચાલ્યો હતો એટલે કે એક મહિના સુધી GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા કરવા છતાં સરકારી યુનિવર્સિટીઓમાં 50થી 60 ટકા બેઠકો ખાલી રહી ગઈ છે. ચાર રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાના દાવા છતાં GCAS પોર્ટલની ખામીના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હવે સરકારી યુનિવર્સિટીઓમાં બેઠકો યુનિવર્સિટીઓએ તેમની રીતે ભરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી 15 દિવસમાં ખાલી પડેલી બેઠકો કોલેજ લેવલ પર જ મેરિટ યાદી જાહેર કરી ભરાશે એક તરફ ખાનગી યુનિવર્સિટીઓ ભરાઈ ગઈ જ્યારે બીજી તરફ સરકારી યુનિવર્સિટીઓ હજારો બેઠકો ખાલી રહી જતા હવે GCAS દ્વારા હાથ અદ્ધર કરીને પ્રવેશ પ્રક્રિયા કરી ખાલી બેઠકો ભરવા માટેની જવાબદારી જે તે યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. GCAS દ્વારા ચાર રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં 64 હજાર બેઠક સામે માત્ર 27 હજાર બેઠકો જ ભરાઈ છે. જેથી, આવતીકાલે તમામ કોલેજની બેઠક બોલાવવામાં આવશે. જેમાં આગામી 15 દિવસમાં ખાલી પડેલી બેઠકો કોલેજ લેવલ પર જ મેરિટ યાદી જાહેર કરી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે તે બાદ 100 ટકા બેઠક નહીં ભરાય તેવો અંદાજ ખુદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસે પ્રાઇવેટ યુનિ સહિતના વિકલ્પ હોવાથી સરકારી યુનિવર્સિટી ઓછી પસંદ કરતા હોવાનો કુલપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા બાદ પણ ગુજરાત યુનિમાં 20 હજાર બેઠકો ખાલી રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે હવે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આવતી તમામ કોલેજમાં ખાલી પડેલી બેઠકોના આધારે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તેમજ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને માત્ર એક જ દિવસનો સમય પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે અપાશે. જો વિદ્યાર્થીઓ એક દિવસમાં પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તો તેમની જગ્યાએ બીજા વિદ્યાર્થીને નવા મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને કેવા પ્રકારની પ્રોસેસ ફોલો કરવી પડશે તે માટે આવતીકાલે મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા આગામી 15મી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે અથવા કોઈ કારણસર ફોર્મ ભરી શક્યા નથી તેમના માટે 6 તારીખથી પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. ફોર્મ કઈ રીતે ભરવાનું હશે ? મેરિટ કઈ રીતે તૈયાર કરવામાં આવશે તે માટે કરીન ડીટેલ શિડયુલ પણ જાહેર કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે અને પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાનો છે તેમના માટે પ્રવેશ પ્રક્રિયા આગામી 15મી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની 300 કોલેજની અંદાજે 64 હજાર જેટલી બેઠકો છે. જેમાંથી 27,212 જેટલી બેઠકો અત્યારે ભરાઈ ગઈ છે. જેથી બાકી રહેલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીની 100 ટકા બેઠકો ભરાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે પ્રાઇવેટ યુનિવર્સિટીના કારણે 100 ટકા બેઠકો નહીં ભરાય તેવું કહેતા ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની 100 ટકા બેઠકો ભરાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે કારણ કે, વિદ્યાર્થીઓને અત્યારે ઓપ્શન ઘણા બધા મળી રહ્યા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. અન્ય ઇન્સ્ટિટયૂટની સંખ્યા અને ઓનલાઇનના ઓપ્શન પણ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે. 100 ટકા સીટ ભરાઈ જાય તેવું લાગતું નથી, પરંતુ 45 હજાર જેટલી બેઠકો અમે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ભરી દઈશું. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પસંદગીની કોલેજ ન મળી હોવાથી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. વધુમાં ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને સમસ્યા થાય છે તો તે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા પ્રવેશ સેન્ટરની મુલાકાત લઈ શકે છે. તેમજ કોલેજમાં નોડલ સેન્ટર પણ બનાવવામાં આવ્યો છે જેની પણ વિદ્યાર્થીઓ મદદ લઈ શકે છે. જેથી વિદ્યાર્થીઓને વાલીઓને જો કોઈ સમસ્યા હોય તો ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફનો સંપર્ક કરી મદદ લઈ શકે છે. જેથી જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોલેજમાં મેરીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાપીના વાલોડમાં ખેતરની પાળ તોડતી વખતે બે શ્રમિકોના મોત:નાળાના ધસમસતા પાણીમાં તણાયા; તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા
    Next Article
    ‘બાબા બર્ફાની’ના 5.5 ફૂટના દિવ્ય હિમલિંગના દર્શન:‘બમ બમ ભોલે’ના નાદ સાથે આજથી અમરનાથ યાત્રાના પ્રારંભ, ગુજરાતીઓ સહિત 5 હજાર ભક્તોએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment