Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    55 વર્ષીય આરોપીને 5 વર્ષની કેદ:સ્કૂલ વર્ધી ચાલકે બાળકો સાથે અશ્લીલ હરકતો કરતા કોર્ટે સજા ફટકારી

    20 hours ago

    અમદાવાદના રામોલ પોલીસ મથકે 55 વર્ષીય આરોપી સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો 12 સાહેદ અને 30 પુરાવા તપાસીને આરોપીને 5 વર્ષ કેદની સજા ફટકારી છે. રિક્ષા અવાવરુ જગ્યાએ ઊભી રાખી બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો કેસને વિગતે જોતા આરોપી પોતાની સ્કૂલ વર્ધી રિક્ષામાં વસ્ત્રાલ સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલના 6થી 12 વર્ષના નાના બાળકોને સ્કૂલે લઈ જવાનું અને પરત લાવવાનું કામ કરતો હતો. શાળાએથી પરત ફરતી વખતે રિક્ષાને અવાવરું કે એકાંત જગ્યાએ ઊભી રાખી, બાળકોને ચોકલેટ આપવાની અથવા ગેમ રમાડવાની લાલચ આપી પોતાના ગુપ્ત ભાગોને સ્પર્શ કરાવતો હતો. ઉપરાંત મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો અને બાળકો જો માતા-પિતાને આ વાત કહેશે તો તેમને મારી નાખવાની ધમકી આપતો હતો. આ કેસમાં કુલ 5 સગીર પીડિત બાળકીઓ સામેલ હતી. આરોપીએ પોતાની સામેના તમામ આરોપોને નકાર્યા હતા અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. તેને દલીલ કરી હતી કે, સ્કૂલ વાન ચાલકો અને રિક્ષા ચાલકો વચ્ચે ભાડા અંગેની ધંધાકીય વૈમનસ્યના કારણે વાન ચાલકોએ વાલીઓને ઉશ્કેરીને આ ખોટો કેસ ઊભો કરાવ્યો છે. આરોપી ખોટા કેસ અંગે કોઈ પુરાવો રજૂ કરી શક્યો નથી કોર્ટે નોંધ્યું હતું કે, તમામ પીડિત બાળકીઓની કોર્ટ અને મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનોમાં સુસંગતતા જોવા મળી. તેમણે એકસરખી રીતે જાંબલી રંગના કાણાવાળા કાપડ અને આરોપીના કૃત્યની ઓળખ કરી હતી. આરોપી ધંધાકીય દ્વેષ કે ખોટા કેસ અંગે કોઈ પુરાવો રજૂ કરી શક્યો નથી. નાના માસૂમ બાળકોને સુરક્ષિત રીતે પહોંચાડવાના ભરોસાનો આરોપીએ ગંભીર અને ક્ષમા ન કરી શકાય તેવો ગુન્હો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના બગીચામાં વડીલો સાથે મારામારીનો આક્ષેપ:પોલીસે શખ્સો સામે અટકાયતી પગલાં લીધાં; 20થી 25 લોકોએ હુમલો કર્યો હોવાની અરજી
    Next Article
    પાટણમાં ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ:બાળ બહુચર માતાના મંદિર પરિસરમાં સંગઠન અને જનસેવાના કામો અંગે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment