Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સાયબર ક્રાઇમે મ્યુલ હન્ટ 2.0 માં એક આરોપીને ઝડપ્યો:બેંક દસ્તાવેજો, સિમકાર્ડ સાથે ઝડપાયો; ગોવાના સાગરીતની શોધખોળ શરૂ

    15 hours ago

    પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાત સરકારના 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા એક આરોપીને મોટી સંખ્યામાં બેંક દસ્તાવેજો અને સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યો છે. આ ગેંગ લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવી તેનો ઉપયોગ સાયબર ગુનાના નાણાકીય વ્યવહારો માટે કરતી હતી. ખાનગી બાતમીના આધારે, પાટણના હર્ષનગર સોસાયટી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી નિલેશકુમાર ભલા રાઠોડ (ઉંમર 39) ને 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM કાર્ડ અને 9 મોબાઇલ સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી નિલેશ રાઠોડ સ્થાનિક લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામના બેંક ખાતાઓ ખોલાવતો હતો. આ ખાતાઓની બેંકિંગ કીટ (પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, સિમકાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ વિગતો) તે ગોવા ખાતે રહેતા તેના સાગરીત ચેતન દશરથ ઠક્કરને પહોંચાડતો હતો. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાંથી મેળવેલી રકમના વ્યવહારો માટે થતો હતો. ગુજરાત રાજ્યમાં બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા અને સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' શરૂ કરવામાં આવ્યું છે. DYSP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે આરોપી નિલેશકુમાર રાઠોડ અને ચેતન દશરથ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી રહ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુખ્ય આરોપી નિલેષ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગોવા રહેતા ચેતન ઠક્કરને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લા પંચાયતમાં AAPએ શાસન સંભાળ્યું:કારોબારી, આરોગ્ય, શિક્ષણ સહિતની વિવિધ સમિતિના ચેરમેનોની DDOની અધ્યક્ષતામાં વરણી કરાઈ; ચૈતર વસાવા હાજર રહ્યા
    Next Article
    ટ્રાફિક અને ડીજેના નિયમો અંગે જૂનાગઢ પોલીસની મહત્વની બેઠક:ગેરકાયદે રિક્ષાઓ સામે 7 દિવસની ખાસ ડ્રાઇવ યોજાશે, રાત્રે 10:30 પછી ડીજે વગાડનારાઓ સામે નોંધાશે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment