Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ:બાળ બહુચર માતાના મંદિર પરિસરમાં સંગઠન અને જનસેવાના કામો અંગે ચર્ચા

    19 hours ago

    પાટણ શહેરના બાળ બહુચર માતાના મંદિર પરિસરમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનનાં આગામી કામો, મોરચાની સક્રિયતા અને જનસેવાના પ્રકલ્પો અંગે ચર્ચા થઈ હતી.બેઠકમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અનીમેષભાઈ માળી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયરામભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, પ્રભારી મોમાયાભા ગઢવી અને પૂર્વ મંત્રી વિનયસિંહ ઝાલા સહિત આગેવાનો તથા કાર્યકર્તાઓ પણ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને ભાજપ સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા સંકલ્પ વ્યક્ત કરાયો હતો. કેન્દ્ર સરકારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનું નેતૃત્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    55 વર્ષીય આરોપીને 5 વર્ષની કેદ:સ્કૂલ વર્ધી ચાલકે બાળકો સાથે અશ્લીલ હરકતો કરતા કોર્ટે સજા ફટકારી
    Next Article
    પંચમહાલમાં બે આરોપી ઝડપાયા, બેના મોત:9 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયો; ચોરીનો આરોપી ગોધરાથી ઝડપાયો, 20 વર્ષીય યુવતી ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment