Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:દંપતી શિમલા ફરવા ગયું, ઝઘડો થતા પત્નીને છોડીને વકીલ પતિ રાજકોટ આવી ગયો, કોર્ટે સમાધાન માટે બોલાવી પતિએ માર માર્યો

    1 day ago

    રાજકોટની નવી કોર્ટ કેમ્પસમાં કાયદાના રક્ષક ગણાતા વકીલ પતિએ જ ભક્ષક બનીને પોતાની પત્ની પર હિંસક હુમલો કરતાં સનસનાટી મચી ગઈ છે. શિમલા-મનાલી ફરવા ગયેલા દંપતી વચ્ચે વેરવિખેર થયેલા સંબંધોનું સમાધાન કરવાના બહાને કોર્ટના પાર્કિંગમાં બોલાવી, વકીલ પતિએ પત્નીને જાહેરમાં ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર પરિણીતા હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસે વકીલ પતિ વિરુદ્ધ આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 29 વર્ષીય શીતલબેન પાટડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્નને હજુ માંડ અઢી મહિના થયા છે અને તેના પતિ દીપેશ નવનીતભાઈ પાટડિયા મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહે છે અને વકીલાત કરે છે. 15 દિવસ પહેલાં બંને શિમલા-મનાલી ફરવા ગયા હતા, જ્યાં નજીવી બાબતે બોલાચાલી થતાં પત્ની પ્રત્યે ક્રૂરતા દાખવી વકીલ પતિ શીતલબેનને શિમલામાં સાવ એકલી મૂકીને પોતે રાજકોટ ભાગી આવ્યો હતો! જેમ-તેમ કરીને શીતલબેન ગત તા.25ના રોજ રાજકોટ પરત ફર્યા હતા. ગઈકાલે બપોરે પતિ દીપેશે વોટ્સએપ કોલ કરીને પત્નીને કહ્યું કે, “આપણે શિમલાનો ઝઘડો ભૂલીને સમાધાન કરી લઈએ.’ વાતચીત કરવા માટે દીપેશે પત્નીને નવી કોર્ટના પાર્કિંગમાં બોલાવી હતી. બંને જ્યારે વાત કરતા હતા ત્યારે પતિ દીપેશ મોબાઈલમાં પત્નીનો વીડિયો ઉતારવા લાગ્યો હતો. વળતા જવાબમાં શીતલબેને પણ પોતાનો ફોન કાઢીને વીડિયો શૂટિંગ શરૂ કરતાં જ વકીલ પતિ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. ઝઘડો વધતાં દીપેશ ‘મારે કામ છે’ તેમ કહી બાઈક લઈને ભાગવા જતો હતો, જેથી શીતલબેને બાઈકની ચાવી કાઢી લેતાં જ વકીલ શખ્સ ઉશ્કેરાયો હતો અને પત્નીને જાહેરમાં ઢીકાપાટુનો બેફામ માર મારવા લાગ્યો હતો. પરિણીતાએ દેકારો બોલાવતા કોર્ટ કેમ્પસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ મારથી બચાવી હતી. જતાં-જતાં વકીલે ધમકી આપી હતી કે, “જો તું મારા કે મારા પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો તારા ટાંટિયા ભાંગી જાનથી મારી નાખીશ.’ હાલ ઇજાગ્રસ્ત પરિણીતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.\
    Click here to Read More
    Previous Article
    વેરાવળના આઇકોનિક રોડ પર ST બસ ખાડામાં ફસાઈ:નમસ્તે સર્કલથી ટાવર ચોક માર્ગના ખાડા પૂરવા લોકોની તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
    Next Article
    મનપાએ નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પરિસ્થિતિ સુધરશે કે કેમ?:રાજકોટમાં કચરો અને પાનની પિચકારી કેટલી, કેન્દ્રની ટીમ છાનીમાની સ્વચ્છતા સરવે કરી ગઈ, ઓક્ટોબરમાં પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment