Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાએ નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પરિસ્થિતિ સુધરશે કે કેમ?:રાજકોટમાં કચરો અને પાનની પિચકારી કેટલી, કેન્દ્રની ટીમ છાનીમાની સ્વચ્છતા સરવે કરી ગઈ, ઓક્ટોબરમાં પરિણામ

    1 day ago

    કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે દેશભરમાં યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા સંદર્ભે કેન્દ્રની સર્વેક્ષણ ટીમ રાજકોટ આવી હતી અને પર્યાવરણ વિભાગે આપેલા ડેટાના આધારે લોકેશન સર્ચ કરી મહાનગરપાલિકાને જાણ કર્યા વગર જ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ પરત થયા બાદ મનપાએ પણ ડેટા મુજબના પોઇન્ટ ચેક કર્યા છે. હવે સરકાર દ્વારા ઓક્ટોબર સુધીમાં આંકડાઓ જાહેર કરવામાં આવશે તેમ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો 19મો નંબર આવ્યો હતો. હવે રાજકોટને ટોપ-10માં સ્થાન મળે તે માટે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રાજકોટમાં જન જાગૃતિથી જન આંદોલન સુધીનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ગત વર્ષે રાજકોટ મનપાએ સારી કામગીરી કરી 39માં નંબરમાંથી 19મો નંબર મેળવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે એ પહેલા કેન્દ્ર સરકારની ટીમ રાજકોટ આવી હતી. જોકે ટીમ દ્વારા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવતી ન હોય ટીમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાતો નથી. પણ, સામાન્યતઃ દર વર્ષે જૂન માસ દરમિયાન ટીમ રાજકોટ આવતી હોય છે. કેન્દ્ર સરકારની સર્વેક્ષણ ટીમ શહેરના અલગ અલગ વિસ્તારો એમાં પણ ખાસ કરીને જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ ખુલ્લામાં પડેલા બિલ્ડિંગ વેસ્ટ સંદર્ભે જંગલેશ્વર સહિત છેવાડાના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. સાથોસાથ આ ટીમ દ્વારા શહેરીજનોને ફોન કરીને પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ડ્રાય અને વેસ્ટ સેગ્રીગેશન, શહેરના તમામ પબ્લિક પ્લેસની સ્વચ્છતા અને પબ્લિક પ્લેસમાં પાનની પિચકારીઓ, વરસાદી પાણીના કુદરતી વહેણ જેવા વોંકળાની સ્વચ્છતા, શહેરના રાજમાર્ગોની હાલત, જાહેર શૌચાલયની સ્વચ્છતા અને સગવડતા, પ્રોસેસિંગ પ્લાન્ટની સગવડતા, સેગ્રીગેશનની ટકાવારી, શાળાઓની વિવિધ મુદ્દાઓ પર ચકાસણી, આર.આર પ્લાન્ટની સંખ્યા, ઘર મુજબ એસટીપી લાઇન સાથે કનેક્શન છે કે નહીં, જૂના કચરાનું પ્રોસેસિંગ, શહેરનું બ્યુટીફિકેશન, જાહેર માર્ગો અને બ્રિજ પરના ચિત્રો જેવા વિવિધ મુદ્દાઓની ચકાસણી કરવામાંઆવી છે. રાજકોટનો સમાવેશ દેશના પ્રતિષ્ઠિત સિટી’ઝ 2.0 કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરર્ક્યુલર ઇકોનોમી આધારિત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. મનપાએ નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પરિસ્થિતિ સુધરશે કે કેમ? ટોપ 10માં આવવાની તંત્રને આશા રેડ સ્પોટ દૂર કરવા વિશેષ ડ્રાઇવ શહેરના રેડ સ્પોટ અને યલો સ્પોટ દૂર કરવા માટે 400થી વધુ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. અને લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ભીના કચરાના વૈજ્ઞાનિક સંચાલન માટે નાકરાવાડી ખાતે 250 ટીડીપીની ક્ષમતાવાળા વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. આ પ્લાન્ટ દ્વારા ભીના કચરામાંથી ઓર્ગોનિક કમ્પોસ્ટ તૈયાર કરાશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:દંપતી શિમલા ફરવા ગયું, ઝઘડો થતા પત્નીને છોડીને વકીલ પતિ રાજકોટ આવી ગયો, કોર્ટે સમાધાન માટે બોલાવી પતિએ માર માર્યો
    Next Article
    Hyderabad Woman Checks Into Hotel, Dies By Suicide On Video Call With Friend

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment