Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​ફાયર વિભાગની ટીમે દંપતીનું રેસ્ક્યુ કર્યું:​કેશોદ નજીક ટીટોડી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા દંપતીનું સફળ રેસ્ક્યુ, ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા જીવ બચાવ્યો

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે કેશોદ તાલુકામાંથી એક મોટી રાહત અને વહીવટી તંત્રની સરાહનીય કામગીરીના સમાચાર સામે આવ્યા છે. કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં પૂરના ધસમસતા પાણી વચ્ચે ફસાયેલા એક દંપતીને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં હેમખેમ બહાર કાઢી લીધું છે. સાંજે કંટ્રોલરૂમ પર મળ્યો હતો ઇમરજન્સી કોલ મળતી વિગતો અનુસાર, કેશોદ તાલુકામાં પડેલા અતિભારે વરસાદના કારણે ટીટોડી ગામના વાડી વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સાંજના સમયે સરકારી કંટ્રોલરૂમ પર એક કટોકટીભરી માહિતી મળી હતી કે, ટીટોડી ગામની એક વાડીમાં પૂરના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને ત્યાં બે લોકો જીવના જોખમે ફસાયા છે, જેમને તાત્કાલિક બહાર કાઢવા જરૂરી છે. અધિકારીઓએ મોરચો સંભાળ્યો પૂરની સ્થિતિમાં માનવ જિંદગી જોખમમાં હોવાની માહિતી મળતા જ કેશોદના પ્રાંત અધિકારી કિશન ગરસર અને મામલતદાર સંદીપ મહેતા તુરંત એક્શનમાં આવ્યા હતા. તેમના સીધા માર્ગદર્શન હેઠળ કેશોદ મોડલ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમને તાબડતોબ રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ પોતાની હાઈ-ટેક રેસ્ક્યુ બોટ અને અત્યાધુનિક પૂર રાહત સાધનો સાથે સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે સફળ ઓપરેશન વાડી વિસ્તારમાં ચારેય તરફ પાણી ફરી વળતા સ્થાનિક રહીશ અશ્વિનભાઈ માકડીયા અને તેમના પત્ની ઉષાબેન માકડીયા પૂરની વચ્ચે લાચાર બની ગયા હતા. પૂરનો પ્રવાહ ભારે હોવા છતાં ફાયર બ્રિગેડના જવાનોએ હિંમતપૂર્વક પાણીમાં બોટ ઉતારી હતી અને ફસાયેલા દંપતી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. જવાનોની ભારે જહેમત અને ચોક્કસ પ્લાનિંગના કારણે માત્ર 30 મિનિટના ટૂંકા સમયમાં દંપતીનું સફળતાપૂર્વક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સલામત સ્થળે ખસેડાયા પૂરના મુખમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા બાદ માકડીયા દંપતીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષિત અને સલામત સ્થળે આશ્રય માટે ખસેડવામાં આવ્યું હતું. સાનુકૂળ સમયે ત્વરિત કામગીરી કરવા બદલ દંપતીએ અને ટીટોડી ગામના રહીશોએ કેશોદ ફાયર ટીમ તેમજ વહીવટી અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 150થી વધુ તાલુકામાં મેઘ મહેર:જૂનાગઢના માંગરોળ-કેશોદમાં 10-10 ઈંચ વરસાદથી જળબંબાકાર, વાડીમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ; અમદાવાદમાં ધીમીધારે વરસાદ
    Next Article
    સામાન્ય વરસાદથી સતાધારમાં પાણી ભરાયા:ગોતા, ઓગણજ, સાયન્સ સિટી, મેમનગર સહિતના વિસ્તારમાં એક ઇંચ વરસાદ, શહેરના અનેક જગ્યાએ ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment