Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 150થી વધુ તાલુકામાં મેઘ મહેર:જૂનાગઢના માંગરોળ-કેશોદમાં 10-10 ઈંચ વરસાદથી જળબંબાકાર, વાડીમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ; અમદાવાદમાં ધીમીધારે વરસાદ

    2 days ago

    ગુજરાતમાં આજે સિઝનનો સૌથી સારો વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધીમાં 150થી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદમાં 10-10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા રસ્તાથી લઈ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં જતા રસ્તા પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. જ્યારે બોટાદના રાણપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાણપુર તાલુકાના અલમપુરમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં આજે અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાના કારણે પાંચ પશુઓના મોત નિપજ્યા હતા. રાત્રે 8 વાગ્યા બાદ અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે (2 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસાએ અડધા ગુજરાતને કવર કર્યું… ગુજરાતના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    યુઝરનેમ ફીચર પર વોટ્સએપ પછી ટેલિગ્રામને નોટિસ:સરકારે પૂછ્યું- આનાથી સાયબર અપરાધોનો ખતરો, રોકવા માટે શું પગલાં લઈ રહ્યા છો
    Next Article
    ​ફાયર વિભાગની ટીમે દંપતીનું રેસ્ક્યુ કર્યું:​કેશોદ નજીક ટીટોડી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા દંપતીનું સફળ રેસ્ક્યુ, ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment