Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય વરસાદથી સતાધારમાં પાણી ભરાયા:ગોતા, ઓગણજ, સાયન્સ સિટી, મેમનગર સહિતના વિસ્તારમાં એક ઇંચ વરસાદ, શહેરના અનેક જગ્યાએ ઠંડક પ્રસરી

    1 day ago

    અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ આજે સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એસપી રિંગ રોડ, જગતપુર, ગોતા, ચાંદખેડા, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સૌથી વધારે વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઓગણજ, સાયન્સ સિટી, ચાંદલોડિયા, મેમનગર અને થલતેજ જેવા વિસ્તારમાં એક ઇંચ જેટલો પડ્યો હતો. બાકી બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના અનેક વિસ્તારના ઠંડક પ્રસરી છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીનો પારો 40 ની આસપાસ રહ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં હજી સુધી વરસાદે દસ્તક દીધી ન હતી. જોકે આજે સમી સમજે શહેરના પશ્ચિમના નારણપુરા, વાડજ, અખબારનગર, ઘાટલોડિયા, થલતેજ, એસ.જી હાઈવે સોલા સહિતના વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતાધાર પાસે વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદના પાણી હજી ભરાયેલા જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ​ફાયર વિભાગની ટીમે દંપતીનું રેસ્ક્યુ કર્યું:​કેશોદ નજીક ટીટોડી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા દંપતીનું સફળ રેસ્ક્યુ, ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા જીવ બચાવ્યો
    Next Article
    NIA records statement of 6 over Mumbai Press Club meet cited in Elgaar bail plea

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment