Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ધોધમાર વરસાદ, મુખ્ય વિસ્તારોમાં ઢીંચણસમા પાણી:પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા

    1 day ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. પ્રથમ જ વરસાદમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મોડાસાના મુખ્ય ચાર રસ્તા, બસ સ્ટેશન, કેદારનાથ વિસ્તાર અને પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને લીધે ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને વાહનોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. શહેરમાં પડેલા પ્રથમ વરસાદમાં અનેક દુકાનોની આગળ પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વેપારીઓને મુશ્કેલી પડી હતી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે દર વર્ષે ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે. જોકે, પ્રથમ જ વરસાદમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આ કામગીરીની અસરકારકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ વરસાદી પાણીના ઝડપી અને કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા કમિશનર ઓફિસ બહાર હાઇવોલ્ટેજ ડ્રામા:રજૂઆત કરવા કમિશનરને ન મળવા દેતા અરજદારે આપી આપઘાતની ચીમકી
    Next Article
    ચૈતર વસાવાની પત્ની શકુંતલાને હાઈકોર્ટે આપ્યાં જામીન:વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા બાદ 17 દિવસના બાળકની માતા શકુંતલાને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment