Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા કમિશનર ઓફિસ બહાર હાઇવોલ્ટેજ ડ્રામા:રજૂઆત કરવા કમિશનરને ન મળવા દેતા અરજદારે આપી આપઘાતની ચીમકી

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના ચોગાનમાં આજે એક અભૂતપૂર્વ અને અત્યંત નાટકીય દ્રશ્યો સર્જાયા હતા. મનપા કમિશનરની ઓફિસ બહાર એક અરજદારે પોતાની ન્યાયિક માંગણીઓ પ્રત્યે વહીવટી તંત્રનું ઉદાસીન અને કડક વલણ જોઈને કચેરીમાં જ ફાંસી ખાઈ આપઘાત કરી લેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી હતી. આ સનસનાટીભરી જાહેરાતને પગલે મનપાના સુરક્ષાકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંતે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પાલિકા તંત્રને નમતું જોખવું પડ્યું હતું અને કમિશનરે જાતે આવેદનપત્ર સ્વીકારી મામલો થાળે પાડ્યો હતો. સાહેબ અત્યારે વ્યસ્ત છે, રજૂઆત હોય તે આગામી સોમવારે આવીને કરજો મળતી વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ અને દવાને લગતા કેટલાક પડતર પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલાયેલા છે. આ સંવેદનશીલ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા, આજે 'આઝાદ દલિત ન્યાય મંચ' ગુજરાતના પ્રદેશ મહામંત્રી અને નિવૃત્ત કર્મચારી નરેશ પરમાર સીધા મનપા કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવા માટે મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. જો કે, તેઓ જ્યારે કમિશનરની ચેમ્બર બહાર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને સ્ટાફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને એવો રૂક્ષ જવાબ આપવામાં આવ્યો હતો કે, “સાહેબ અત્યારે વ્યસ્ત છે, જે કંઈ પણ રજૂઆત હોય તે આગામી સોમવારે આવીને કરજો.” “5 સ્ટેન્ડ મૂકેલા છે, દવા નહીં પીઉં તો મરી જઈશ” તંત્ર તરફથી મળેલા આવા બિનજવાબદાર પ્રતિભાવ બાદ રજૂઆતકર્તા નરેશ પરમારનો પિત્તો ગયો હતો અને તેમણે કેમેરા સામે પાલિકાના ભ્રષ્ટાચાર અને પીએ-ચમચાઓની દાદાગીરી સામે જાહેરમાં પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે, "હું નિવૃત્ત કર્મચારી છું, મને હાર્ટમાં 5 સ્ટેન્ડ નાખેલા છે. મારે દર મહિને ₹5,000થી ₹7,000ની દવાઓ ફરજિયાત પીવી પડે છે. અમારે પહેલાં ખિસ્સામાંથી પૈસા આપી દવા લેવાની અને બિલ 4થી 6 મહિના પછી પાસ થાય. 60 વર્ષની ઉંમરે અમને કોણ કામ આપે? જો દવા ન મળે તો અમારું મોત નક્કી છે." વધુમાં તેઓએ જણાવ્યું કે, "અગાઉ એક ઇલેક્શન કમિશનર (એન્જિનિયર) આવ્યા, તેમણે એસીમાં બેસીને એવો ઠરાવ સહી કરી નાખ્યો કે આરોગ્યમાં કોઈને કેશલેસ દવા નહીં આપવાની. એ એન્જિનિયર હતા, એમને આરોગ્યની શું ખબર પડે? જ્યારે વર્તમાન કમિશનર નાગરાજન સાહેબ અત્યંત હોશિયાર છે, પણ આ એમના પીએ અને ચમચાઓ બધી દાળ-કોકમ હલાવે છે અને મળવા નથી દેતા. જનતાના અવાજ માટે કમિશનરને બેસાડ્યા છે, કોઈની કટકી (લાંચ) લેવા માટે નથી બેસાડ્યા. રૂપિયા લઈ લઈને આ લોકો ટૂંક સમયમાં સસ્પેન્ડ થશે. જો કમિશનર આવેદન નહીં લે, તો હું આ જ જગ્યા પર ફાંસી ખાઈ જઈશ." રોડ તૂટી ગયા, કટકીબાજોએ સુરતને તાઈવાન બનાવી દીધું મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પરમારે સુરતના બિસ્માર રસ્તાઓ પર પણ કમિશનરને આડે હાથ લીધા હતા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, “સોમવારે મુલાકાત શા માટે ભાઈ? જનતા માટે જ તમે ખુરશી પર બેઠા છો. સુરતની અંદર આજે ચારેય તરફ ખાડા પડી ગયા છે, તાઈવાન બનાવવાની વાતો કરતા હતા અને આખું સુરત કાશી જેવું (ખાડાવાળું) થઈ ગયું છે, પાણી ભરાઈ ગયા છે, આ બધા કરોડો રૂપિયાની કટકી ખાઈ ગયા છે.” અંતે તંત્રએ નમતું જોખ્યું એક જાગૃત નાગરિક દ્વારા કચેરીના ચોગાનમાં જ આપઘાતની ઓપન ચેલેન્જ આપવામાં આવતા સુરક્ષા સ્ટાફના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો જોતામાં મીડિયા અને લોકોના ટોળેટોળાં એકઠા થઈ જતાં આખરે પાલિકા કમિશનરે તાત્કાલિક દખલગીરી કરવી પડી હતી. કમિશનર દ્વારા નરેશ પરમારને રૂબરૂ બોલાવી તેમનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું અને નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ બિલના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની હૈયાધારણ આપવામાં આવી હતી, ત્યારે જઈને આ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોરઠમાં મેઘરાજા ધુરંધર, માંગરોળમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો:સુત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા, કેશોદની નોળી નદી અને રાણપુરમાં ભાદર નદી બે કાંઠે
    Next Article
    મોડાસામાં ધોધમાર વરસાદ, મુખ્ય વિસ્તારોમાં ઢીંચણસમા પાણી:પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment